બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની આવકઆટલા મોટા દૂધના જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ.

બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની આવકઆટલા મોટા દૂધના જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ.
Prime Hindustan News

રિપોર્ટ : પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી  સમાન બનાસડેરીમાં આજે વિક્રમજનક ૮૨ લાખ લિટર દૂધની આવક થતાં, ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજયની તમામ ડેરીઓનું કૂલ દૂધ સંપાદન ૨.૨૫ કરોડ લીટર છે, જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન ૮૨ લાખ લીટર થવા જાય છે, ત્યારે બનાસ ડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલીડે ન રાખવો પડે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દુધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં ૧૦૦૦ ટેન્કરો મારફતે દૂધનું વહન થઇ રહ્યું છે અને રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્રો પણ કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલી રહી છે. જેમાં મધર ડેરીને દૈનિક ૧૪ લાખ લીટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે, એ જ રીતે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલાવી રહ્યા છીએ. બનાસ ડેરીની સમગ્ર ટીમના સુદઢ અને સમયસરના આયોજનને પરિણામે આટલા મોટા દૂધના જથ્થાનો પડકારજનક સ્થિતિમાં અવેર તો થઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણે દૂધની આવક વધી રહી છે તે જોતા મિલ્ક હોલીડે રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જો કે સણાદર ખાતેનો નવો ડેરી પ્લાન્ટ આગામી એક દોઢ વર્ષમાં કાર્યરત થશે ત્યારે વધતાં જતાં દૂધની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

Facebook Twitter Email WhatsApp  PinterestL inkedInShare

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો