*પ્રેસનોટ* 
 *તા.૨૫/૧૨/૨૦૨૦* 

 *થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી લુંટમાં ગયેલ રોકડ રકમ રિકવર કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી થરાદ પોલીસ તથા એલ.સી.બી ટીમના માણસો* 

થરાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૦૧૧૬૮ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧, ૧૧૪ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા *બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ, થરાદનાઓની સીધી રાહબરી હેઠળ તપાસ* દરમિયાન મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ *સંજયભાઇની સ્વીફટ ગાડી બિનવારસી રાધનપુર* ખાતેથી મળી આવતાં સ્થળ ઉપર ફિંગર પ્રિન્ટ તથા એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ. તે જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી *સદરહુ ગુન્હામાં સંડોવાયેલ રમેશભાઇ નાંનજીભાઇ ચૌધરી રહે.ભેસાણા તા.દિયોદરવાળાને તપાસના કામે* લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે તથા *કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાકોર) રહે.ભીમબોરડી તા.ભાભર હાલ રહે. પ્રેમાજી મલાજી પટેલના ખેતરમાં, નાના ગોળીયા ભેસાણા તા.દિયોદર વાળાએ ભેગા મળી ખુન સાથે લૂટ કરેલની કબુલાત કરેલ.* 
  રમેશભાઇ નાનંજીભાઇ ચૌધરીનાઓ મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ સંજયભાઇ દેવનમલ માળી રહે.ડીસાવાળાને દાડમના વેચતા હોઇ જેથી તેઓ બે વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. ચાલુ વર્ષે દાડમ ખરીદવા મરણ જનાર સંજયભાઇએ રમેશભાઇને દિયોદર વિસ્તારમાં દાડમ ખરીદી કરતી વખતે સાથે રાખેલ. રમેશભાઇ સ્થાનિક માણસ હોઇ અને ખેતરો રસ્તા જોયેલ હોવાથી મરણ જનાર સંજયભાઇએ રમેશભાઇની મદદ લીધેલ. આ રમેશભાઇ ધણા દિવસથી મરણ જનાર સાથે તેની સ્વીફટ ડિઝાયર ગાડીમાં દાડમ ખરીદી કરવા સાથે જતો હોઇ તે દરમિયાન રમેશભાઇ ને જણાયેલ કે સંજયભાઇ પોતાની ગાડીમાં મોટી રકમ સાથે રાખે છે. જેથી તેમનુ મર્ડર કરી રૂપિયાની લુંટ કરવાનો રમેશભાઇ અગાઉથી પ્લાન બનાવી દોરડા લાવી પોતાની પાસે રાખેલ અને રમેશભાઇએ મર્ડર કરી રૂપિયાની લુટ કરવાના પ્લાનમાં કિરણકુમાર વિનોદભાઇ વિઠોદરા (ઠાકોર) વાળાને વાત કરી સામેલ કરેલ. તા.૨૧/૧૨/૨૦૨૦ ના રોજ સાંજે રમેશભાઇને મરણ જનાર સંજયભાઇ દાડમ ખરીદી સારૂ સાથે લેવા આવતાં આરોપીઓએ બનાવેલ પ્લાન મુજબ બંને જણા પોતાની સાથે દોરડા સંતાડી સ્વીફટ ગાડીમાં સાથે ગયેલ હતા. રાતના આશરે સાડા આઠેક વાગે સ્વીફટ ગાડીમાં રવેલ રામપુરા તરફ જતાં હતા તે વખતે રોડ ઉપર સંજયભાઇનો ફોન ચાલુ હોઇ ગાડી ઉભી રાખતા તે વખતે રમેશભાઇ તથા કિરણભાઇએ મોકો જોઇ ગળાના ભાગે પોતાની પાસેના દોરડાથી ટુપો આપી મારી નાખી તેમની લાશ નોખા વડીયા પુલોની વચ્ચે કેનાલમાં ફેકી બંને જણા સ્વીફટ ગાડી રાધનપુર મુકવા ગયેલ અને રસ્તામાં સ્વીફટ ગાડીમાં રહેલ રોકડ રકમ સિવાયની તમામ વસ્તુઓ તથા મરણ જનારના ફોન ફેકી દિધેલ. રાધનપુર સ્વીફટ ગાડી રાતના સમયે મુકી તેમાંથી રોકડ રકમનો થેલો લઇ ઘરે આવેલ અને રોકડ રકમનો થેલો રમેશભાઇના દાડમના ખેતર વચ્ચે ખાડો ખોદી દાટી દિધેલ હતો. આમ, બંને જણાએ પોતાના પ્લાન મુજબ પોતાનો ઇરાદો પાર પાડેલ હોઇ આરોપી *(૧) રમેશભાઇ નાનંજીભાઇ ચૌધરી રહે.નાના ગોળીયા, ભેસાણા તા.દિયોદર (૨) કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાકોર) રહે.ભીમબોરડી તા.ભાભર હાલ રહે. પ્રેમાજી મલાજી પટેલના ખેતરમાં, નાના ગોળીયા ભેસાણા તા.દિયોદર વાળાને ગુનાના કામે લાવી સદરહુ બંને આરોપીઓને સાથે રાખી ગુનાનુ રિકંટ્રક્શન કરી લુંટ કરેલ રોકડ રકમ રૂા.૬,૯૩,૩૦૦/-ની ગુનાના કામે રિકવર કરેલ છે.* આરોપીઓ ફેકી દિધેલ અન્ય દસ્તાવેજી આધારો તપાસના કામે રિકવર કરેલ છે. આમ, વણ ઉકેલ્યા ખુનના ગુનાનો  ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડેલ છે. 

  *ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ- જે.બી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર તથા એચ.પી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પાલનપુર તથા અ.હે.કો હસમુખભાઇ જોધાભાઇ, અ.હે.કો અશોકભાઇ સજાભાઇ, અ.હે.કો વિક્રમભાઇ વસ્તારામ, પો.કો માનસેગભાઇ રત્નાભાઇ, પો.કો સરદારજી ગણેશાજી,  પો.કો. નરસિહભાઇ શંકરભાઇ, પો.કો રવજીભાઇ ગંગારામભાઇ, પો.કો. નૈપાલસિહ તનુસિહ  થરાદ પો.સ્ટે. તથા એલ.સી.બી સ્ટાફના હે.કો અરજણાજી સ્વરૂપાજી, હે.કો ઇશ્વરભાઇ હરસેગાભાઇ, પો.કો અમરસીહ ભુરસિહ, પો.કો દશરથભાઇ હિરાભાઇ.*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો