અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? Prime Hindustan News channel 05-01-2021 સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ

અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ?Prime Hindustan News channel   05-01-2021 
સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ
પીધેલી હાલતમાં નકલી પોલીસ બની પહોંચ્યા અડ્ડા પર, કંટ્રોલરૂમમાં ફોન કરતા થયો પર્દાફાશ
સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાને નકલી પોલીસ હોવાનું જાણ થતાં તેને કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા બંને નશાની હાલતમાં હતા.
ઘટનાની વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલશન પાર્ટી પ્લોટની સામે સકોડી દારૂવાળાને ત્યાં  સુરેન્દ્રકુમાર ટીલવારી અને પ્રકાશ ચારણ નામના બે આરોપીઓ નક્લી પોલીસ બની તોડ કરવા પહોંચ્યા હતા. બન્ને બહુરૂપીએ ફરિયાદી મહિલાને ધમકાવી દારૂનો કેસ કરવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જો કે મહિલાને બંને નક્લી પોલીસ હોવાનું જાણ થતા કંટ્રોલરૂમ ફોન કર્યો હતો.
ત્યારબાદ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બન્ને આરોપીઓની અટકાત કરી હતી. તપાસ દરમિયાન બંને બહુરૂપી હોવાનું માલુમ પડતાં ઘરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. એટલું જ નહીં બન્ને નશાની હાલતમાં હતા. નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીઓમાં એક આરોપી એક સુરેન્દ્રકુમાર ટીલવારી પાલનપુરનો રહેવાસી છે. જ્યારે પ્રકાશ ચારણ કુબેરનગર વિસ્તારનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.  આ મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે..સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



અસલી પોલીસને આ રીતે ઓળખો

આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી ચુકી છે કે, પોલીસથી ગભરાવાની જરૂર નથી. કોઇ પણ પોલીસ તમને અટકાવે તો ચોક્કસ રીતે તમે તેનું આઇકાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત કોન્સ્ટેબલને કેટલીક ચોક્કસ કામગીરી જ સોંપવામાં આવી હોય છે. મેમો આપવા જેવી કામગીરી હેડ કોન્સ્ટેબલ જ કરી શકે છે. જેથી પોલીસની કામગીરીને સારી રીતે સમજવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો