પોસ્ટ્સ

મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?

છબી
મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?  આવો, જાણીએ એક અનોખી રોચક પુરાણકથા     શિવજીના પરમ ભક્ત મૃકન્ડ ઋષિ સંતાન ન હોવાના કારણે બહુ દુઃખી હતા. વિધાતાએ એમને સંતાનયોગ આપ્યો જ નહોતો. પણ, મૃકન્ડ ઋષિ સારી રીતે એ પણ જાણતા હતા કે, શિવજી સંસારના બધાં જ વિધાન બદલી શકવા સમર્થ છે. એટલે એમને જ હું કેમ પ્રસન્ન ન કરું!!?? એમ વિચારીને એમણે ઘોર તપ કર્યું. ભગવાન શિવજી  મૃકન્ડ ઋષિના તપનું કારણ જાણતા હતા એટલે એમણે ઋષિને જલદી દર્શન ન આપ્યા. પણ, આખરે મૃકન્ડ ઋષિના તપને કારણે મહાદેવજી પ્રસન્ન થયા વિના રહી ન શક્યા. શિવજીએ પ્રસન્ન થઈ ઋષિને કહ્યું કે, હું વિધાતાનું વિધાન બદલીને તને એક પુત્ર થાય એવું વરદાન તો આપું છું, પણ મારું આ વરદાન તને હર્ષ સાથે શોક પણ આપશે.      સમય જતા શિવજીના વરદાનથી મૃકન્ડ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. જેનું નામ માર્કન્ડેય રાખવામાં આવ્યું. જ્યોતિષીઓએ જોષ જોઈને ઋષિને બતાવ્યું કે, આ બાળક અલ્પાયું છે. આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે.     જ્યોતિષીઓની આ વાત જાણી ઋષિનો આનંદ વિષાદમાં બદલાઈ ગયો. તેમ છતાં, ઋષિ પોતાની પત્નીને આશ્વસ્થ કરીને જણાવ

વિકાસ વિકાસ વિકાસ પણ ગુજરાતમાં ક્યાં છે વિકાસ, શિયાવાડા ગામમાં નથી પાકા રસ્તા 108 આવી શકતી નથી ગામમાં

છબી
વિકાસ વિકાસ વિકાસ પણ ગુજરાતમાં ક્યાં છે વિકાસ, શિયાવાડા ગામમાં નથી પાકા રસ્તા 108 આવી શકતી નથી ગામમા  ગુજરાત વિકાસશીલ રાજ્ય છે પરંતુ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી.ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 જેટલા ગામો આવેલા છે. આ તાલુકામાં હજુ સુધી અનેક ગામોમાં વિકાસ પહોંચ્યો નથી અને આજે પણ આવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા શિયાવાડા ગામની વાત કરીએ તો આ ગામમાં 108 અને ખાનગી વાહનો આવી શકતા નથી. ગામમાં કાચો રસ્તો તો છે પરંતુ પાકો રસ્તો ન હોવાથી ચોમાસાની ઋતુમાં કાચા રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને લોકોને ચાલવામાં ભારે તકલીફ પડે છે અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ચાદરમાં ઊંચકીને ઘરના સભ્યો 1.5 km સુધી જાહેર માર્ગ સુધી લઈ જાય છે ત્યારબાદ ત્યાંથી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ જવાયછે ત્યારે દર્દીને સારવાર મળતી હોય છે. શિયાવાડા ગામ માં 50 જેટલા ઘર આવેલા છે અને અહીં

ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત. મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.

છબી
ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત.   મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.   ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મોડાસાની સર પી. ટી. સાયન્સ કોલેજની વિદ્યાર્થીની કરિના મુકેશભાઈ પટેલ ગુજરાતમાં ત્રીજા સ્થાને આવતા સન્માન કરાયું.      અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવવા તેમજ અનેક વિષયોને લઈ સ્કૂલો કૉલેજોમાં કાર્યક્રમ કરે છે. જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી વંચિત ના રહે. આ માટે કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત ૨૮ જુલાઈ, શુક્રવારે મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજ ખાતે " સ્વાસ્થ્યની જાળવણી અને આપણો આહાર વિહાર " વિષય પર સેમિનાર યોજાયો. જેમાં કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે પ્રેઝન્ટેશન સાથે સ્વાસ્થ્ય પર સમગ્ર આહાર તેમજ આપણી જીવનશૈલીની અસર બાબતે ઝીણવટ ભરી રજૂઆત કરી.      આ ઉપરાંત ગાયત્રી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા તથા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે ભારતીય સંસ્કૃતિ જ્ઞા

ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી*

છબી
ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી*                                                                                                      અરવલ્લી જિલ્લાનાં *મુખ્ય ક્ષય અધિકારી ડૉ આશિષ નાયક સાહેબના* માર્ગદર્શનથી ભિલોડા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ વી.સી.ખરાડી અને જનાલી પ્રા.આ.કેન્દ્રના ડૉ રોનક કોટવાલ સાહેબના સુચનથી સુનોખ સબ સેંન્ટરમાં *"નિક્ષય દિવસની"* ઉજવણી કરવામાં આવી. જેમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ટી.બી વિશે જન જાગૃતિ અને તેની સહાય વિશે માહિતી આપવામાં આવી. તેમજ ટી.બી નાબુદી વિશે  આઈ.ઈ.સી કરવામાં આવી . તેમજ આજ રોજ શાળા,આશ્રમ શાળાની મુલાકાત લઈ શાળાના બાળકોને આંખની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.

સીપુ નદી પટમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર...

છબી
સીપુ નદી પટમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર... સિપુ નદીમાં ગેરકાયદે રીતે ચાલતા ખનન  પડેલા ખાંડમા ડુબવાથી  મોત થયું હોવાનું અનુમાન.. ઝાત ગામના સરપંચને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાંથાવાડા પોલીસ  ને બોલાવી... પાંથાવાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી.. બ્યુરો રિપોર્ટ PHN NEWS 

અંબાજી માસ્ટર પ્લાન હેઠળરીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત*

છબી
અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત* • *રીંછડિયા લેક બ્યુટીફિકેશન, ચેકડૅમ ફાઉન્ટન, ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઊભી કરાશે* • *29 વિવિધ આકર્ષણો સાથે ઝળહળી ઉઠશે રીંછડિયા મહાદેવ મંદિર પરિસર* ગુજરાતમાં અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન શિવજીના મંદિરોમાં ઉમટે છે. રાજ્યમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવ સહિત અનેક મહત્વના શિવ મંદિરો છે, પરંતુ શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ અન્ય શિવ મંદિરોમાં પણ દર્શન કરવા અચૂક જતાં હોય છે. ગુજરાતમાં આવેલા અનેક શિવ મંદિરોમાં ઘણા બધા શિવ મંદિરો પૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ. રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અંબાજી માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે-સાથે આસપાસ આવેલા યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રીંછડિયા મહાદેવ મંદિર પરિસરના વ

દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી*

છબી
*દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી*  બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવે તો મેઘ મહેર તરીકે ખેડૂતોમાં અને લોકોમાં ભારે ખુશી જોવા મળતી હોય છે તો બીજી તરફ ભારે વરસાદ આવવાથી ઘણી વખત મેઘ કહેર પણ થવાના લીધે ખેડૂતોને નુકસાન થવાનો વારો આવતો હોય છે અને ક્યારેક લોકોના જીવ પણ જતા હોય છે. દાંતા તાલુકામાં આવો ગોઝારો બનાવ સોમવારે બપોરે બન્યો હતો. દાંતા તાલુકામાં આવેલા રંગપુર ગામે ધામણી નદી માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. આ નદી મા  સોમવારે બપોરે રંગપુર ગામના કિશનજી ઠાકોર ધામણી નદી માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક તણાવવા લાગ્યા હતા આ ઘટના જોઈ નહીં તેમના પિતા ભલાજી ઠાકોર તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વિના નદીમાં કૂદી પડ્યા હતા ત્યારે ભારે પ્રવાહને પગલે બંને પિતા પુત્ર તણાવવા લાગ્યા હતા આ ઘટનાની જાણકારી મળતા ગ્રામજનો તાત્કાલિક ધામણી નદી ઉપર એકઠા થયા હતા અને

મંડાલી ખાતે શહીદ અમર રહોના નારા લાગ્યા , મોટી સંખ્યામાં લોકો અંતીમ દર્શને ઉમટ્યા

છબી
મંડાલી ખાતે શહીદ અમર રહોના નારા લાગ્યા , મોટી સંખ્યામાં લોકો અંતીમ દર્શને ઉમટ્યા એંકર:- દાંતા તાલુકાના મંડાલી ગામે રહેતા અને દેશની બોર્ડર પર ફરજ બજાવતા પરમાર ભાવેશભાઇ તાજેતરમાં સામાજીક કામે પોતાના વતન મા આવ્યા હતા અને બેન્ક ના કામે બેંક મા આવતા ત્યા બેંક મા ચકકર આવતા તેઓ પડી ગયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. અમદાવાદ થી પાર્થિવ દેહ લાવ્યા બાદ ખેરોજ થી મંડાલી સુઘી શહિદ ની અંતીમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વીઓ :-  દાંતા  તાલુકાના આર્મી જવાન અમર રહો અમર રહો ના નારા લાગ્યા હતા અને અંતીમ યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતીમ દર્શન કર્યાં હતા.આર્મી જવાનને આર્મી ઓફિસર દ્રારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને ત્યારબાદ તેમના દેહને ઘરે લાવ્યા બાદ પરીવાર ભાંગી પડ્યો હતો ત્યારબાદ મંડાલી ખાતે અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં ખૂબ ખૂબ મોટી ભીડ ઉમટી હતી નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો, શહિદ

શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા બહુચર કુપા (૪૫) મો પગપાળા સંઘનું સુંદર આયોજન*

છબી
*શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા બહુચર કુપા (૪૫) મો પગપાળા સંઘનું સુંદર આયોજન*  ડીસા મોદી સમાજ દ્વારા તેમજ શ્રી નારસંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી (૪૫) મો‌ પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત અષાઢ સુદ - ૧૨ ને તા. ૩૦/૦૬/૨૦૨૩ ને શુક્રવારે વહેલી સવારે પાંચ (૫) વાગે ડીસા માતાશેરી વિસ્તારમાં આવેલ માં અંબા બહુચર નાં મંદિરે ડીસા થી બહુચરાજી (૪૫) મો સંઘ પ્રસ્થાન કરશે આ પગપાળા સંઘમાં માતાજી ની મુખ્ય ધજા સ્વ:- મંજુલાબેન અમરતલાલ મહેસુરીયા પરીવાર દ્વારા લઈને ચાલશે ચા-નાસ્તો સવારે - ૮-૩૦/- કલાકે જુનાડીસા કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે ત્યારે બાદ સવારે -૧૦-૦૦/- કલાકે નવા ખાતે આવેલ અંબાજી માતાજીનાં નાસ્તો આપવામાં આવશે રાત્રી રોકાણ કીમ્બુવા ખાતે શ્રી બાબા રામદેવ મંદિરે રાખેલ છે. આ પગપાળા સંઘ માં ચા-નાસ્તો ઠંડાપીણા, આઈસ્ક્રીમ, વગેરે આપવામાં આવશે તેમજ અષાઢ સુદ - ૧૩ ને શનિવારે પાટણ ખાતે પેટ્રોલ પંપ પાસે પહોંચી પાટણ નાં મોદી સમાજ દ્વારા ઠેરઠેર સ્વાગત કરી પાટણ શહેરમાં શોભાયાત્રા નગરમાં ફરશે અને લોકો દ્વારા સ્વાગત કર

બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી

છબી
*બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી* *ગામમાં નથી રોડ રસ્તા નથી તેના કારણે 108 પણ નથી આવતી શક્તિ તેને કારણે અમારે બહુ તકલીફ પડે છે તાજેતરમાં ગુજરાતમાંથી બીપોરજોય વાવાઝોડું પસાર થયું છે. વાવાઝોડું પસાર થયા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી. દાંતા તાલુકામાં સીઝનનો 42 ટકા વરસાદ પણ પડી ગયો છે ત્યારે હજુ ચોમાસાની ઋતુ ની શરૂઆત થઈ નથી ત્યારે દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા નાના-મોટા નદી નાળામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને આ કારણે દાંતા તાલુકામાં પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ દાંતા તાલુકાના અનેક ગામોમાં ઝાડ પડવાના અને ખેતીના પાક બગાડવાના અનેક બનાવો સામે આવ્યા છે. દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાછળ આવેલા અને ધરોઈ ડુબમાં ગયેલું ગામ ઉમેદપુરા ગુજરાતના અન્ય ગામોથી અલગ પડે છે કારણ કે આ ગામમાં જવા માટે કોઈ પાકા રસ્તાની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી નથી આ ગામમાં કોઈ પણ પ્રકારના ખાનગી કે એસ.ટી ના વાહનો પણ આવતા નથી આ ગામ ચારે તર

શાળા પ્રવેશોત્સવ 2023. સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

છબી
શાળા પ્રવેશોત્સવ 2023.   સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં માનનીય ACS શ્રી ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ શ્રીની વિષેશ ઉપસ્થિતિ  માં તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી મોડાસા ની રાહબરી હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ના માર્ગદર્શન હેઠળ જનાલી આરોગ્ય ટીમ તથા આર. બી. એસ. કે.ટીમ ભિલોડા દ્વારા જરૂરી આરોગ્ય કામગીરી કરવામાં આવી હતી. આ તબક્કે આર.બી.એસ. કે.ટીમ દ્વારા એક હૃદય રોગ ની બિમારી વાળા બાળક તથા એક જન્મજાત બહેરાશ વાળા બાળક નું સફળ ઓપરેશન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. આ કાર્ય ને માનનીય ACS સાહેબ શ્રીએ બિરદાવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો

છબી
આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને  કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો ઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા)  પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો સાબરકાંઠા સંસદીય મતવિસ્તારના સાસદ  સભ્ય શ્રી દીપસિંહ રાઠોડ સાહેબની સવિશેષ હાજરી આપી હતી આજના પ્રસંગે ઈડર જીઈબી નાયબ ઈજનેર શ્રી વી એસ કટારા સાહેબ અને માનગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ તેમજ ગામના સરપંચ શ્રી ઠાકોર ભરતજી માજી આરોગ્ય સમિતિના ચેરમેન દિવાનજી  ઠાકોર ઈડર તાલુકા પંચાયત સદસ્ય વિનુજી  ગામ પંચાયત સદસ્ય ગોવિદજી ઠાકોર તેમજ સી. આર. સી સંદીપભાઈ અને શાળાના આચાર્ય શ્રી ઉર્મિલાબેન સોલંકી તેમજ સમગ્ર ગામમાંથી ઉપસ્થિત ગામના અગ્રણીઓ પ્રવેશ પાત્ર બાળકોના વાલીઓ આંગણવાડી કાયૅકરો  અને શાળા સમગ્ર સ્ટાફ મળી આ કાયૅક્રમને સફળ બનાવવા બદલ શાળા પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાયૅક્રમનું સફળ સંચાલન શાળાની વિધાથીૅની ઠાકોર હનીબેન  વેલાજી તેમજ શાળાના સિનિયર શિક્ષક નાયી  જનક કુમાર એલ. દ્રારા કરવામાં આવ્યુ હતુ આ રીતે આ પ્રવેશ ઉસ્તવ ઉજવવામાં આવ્

આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.

છબી
આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.  તા-૩૧/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એમ.એ.સિદ્દિકી તથા જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સાઈક્લોન રેલી અને જાહેર સ્થળો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની થીમ સાથે "અમને ખોરાક ની જરૂર છે તમાકુની નહી"  આ રીતે  “વિશ્વ તમાકુ નિષેધ દિનની” ઉજવણી કરવામાં આવી.    સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "WE NEED FOOD NOT TOBACCO એ થીમ આપવામાં આવી છે. ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં લોકો તમાકુનું સેવન બહોળા પ્રમાણમાં કરે છે, જેથી ખાધ્ય ઉત્પાદનની જમીનમાં પણ તમાકુનું ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમા

અંબાજી ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા , મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા*

છબી
અંબાજી ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા , મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા      દેશના 51 શક્તિપીઠમાં અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે અંબાજી મંદિરમાં વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે 28 મે ના રોજ સવારે અમદાવાદ થી  હેલિકોપ્ટર દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા સુધી આવ્યા હતા, ત્યારબાદ દાંતા હેલીપેડ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મોટર માર્ગે અંબાજી આવ્યા હતા ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક સાથે તેઓ અંબાજી મંદિરમાં આવ્યા હતા અંબાજી મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં બપોરની આરતી નો લાભ લીધો હતો અને ત્યારબાદ તેમને અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમ

ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા

છબી
ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા  દાંતા તાલુકો પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે આ વિસ્તારમાં સરકાર દ્વારા મોટું હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જે હોસ્પિટલ નો વહીવટ પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો હતો ત્યારબાદ આ હોસ્પિટલ નું સંચાલન હાલમા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આજ તા. ૨૬/૦૫/૨૦૨૩ ના રોજ માનનીય વિભાગીય નાયબ નિયામકક્ષી ગાંધીનગર ડૉ.સતિષ મકવાણા જનરલ હોસ્પિટલ અંબાજીની તાલુકા હેલ્થ ઓફિસ અને આર.સી.એચો સાહેબશ્રી સાથે મુલાકાત લીધેલ આ મુલાકાત દરમિયાન વિભાગય નાયબ નિયામક દ્રારા હોસ્પિટલ ખાતે યોજવામાંઆવેલ.અંબાજીના કુંભારિયા વિસ્તારમાં આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં આજે ગાંધીનગર વિભાગીય અધિકારીની અધ્યક્ષતામાં બ્લડ ડોનેસન કેમ્પ ખુલ્લો મૂકવામા આવ્યો તેમજ હોસ્પિટલને પડતી બ્લડની જરૂરીયાત ને પહોચી વળવા માટે અધિક્ષકક્ષી ડૉ. વાય કે મકવાણા સાહેબએ  રજૂઆત કરેલ. તેના અનુસંધાનમાં નાયક નિયામક સાહેબ એ બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવા અંગેની મંજૂરી મળી રહે તે માટે રાજ્ય કક્ષા એ રજૂઆત કરવા તેમજ ચાલુ કરવા માટે ભલામણ કરવા માટે સૂચવેલ

અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી

છબી
અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી ફોરેસ્ટ અધિકારીઓને કોટેશ્વરના દબાણો દેખાયાં પણ વનરાજી રિસોર્ટ ન દેખાઈ  ..બાલારામ અંબાજી વન્ય અભ્યારણ્ય વિસ્તારને અડીને આવેલ અંબાજી નજીકના પાનસા ગામની સીમના વિશાળ સંકૂલમાં વનરાજી રિસોર્ટ આકાર પામ્યું છે. જંગલ વિસ્તારમાં નિર્માણ પામેલ લક્ઝ્યુરિયસ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલની જમીન પર દબાણ કરી કથિત પાકું બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ અને ફરિયાદ ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી ભવાનીસિંહ  રાઠોડ દ્વારા છેલ્લા સાત માસથી જંગલ વિભાગમાં કરવામાં આવી હતી. તેમ છતાં વિભાગ વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે બુધવારે દાંતામાં જીલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી.જેમા ડીડીઓ દ્વારા આ રિસોર્ટ નું ડીએલઆર દ્વારા સર્વે કરાવી જો ખોટું થયું હોય તો દબાણ દૂર કરવાની સૂચના જેતે વિભાગને અપાઈ છે સ્વાગત કાર્યક્રમ મા મીડિયાને પ્રવેશ અપાયો હતો નહીં. રિસોર્ટના દબાણ બાબતે 2/12/2022 થી nsui દ્વારા લડત ચાલુ છે.બીજી તરફ ર

મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ

છબી
મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ       કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહતોમરનીવર્ચ્યુઅલ ઉપસ્થિતિસાથે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએલોકાર્પણકર્યુંદૂધની જેમ મધમાખી ઉછેર બનાસકાંઠામાંનવીરોજગારીનીતકોનુનિર્માણકરશે :અધ્યક્ષશ્રીશંકરભાઈચૌધરીમધમાખીદિવસનીઉજવણી નિમિતે બનાસ ડેરી, NBBઅનેરાષ્ટ્રીયમધબોર્ના સંયુક્તઉપક્રમેયોજાયેલકાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાનકલ્યાણમંત્રીશ્રીનરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાંબાદરપુરાબનાસસંકુલખાતેરૂ.1.00 રોડનાખર્ચથીનિર્મિતરાજ્નીસૌપ્રથમમધલેબનુંવિધનસભાનાઅધ્યક્ષઅનેબનાસડેરીનાચેરમેનશ્રીશંકરભાઇ ચૌધરીનાહસ્તેલોકાર્પણકરવામાંઆવ્યુંહતું બનાસડેરનાબાદરપુરાસંકુલખાતેયજાયેલાઆજેઆકાર્યક્રમમાંજિલ્લામાંથીમધમાખીછેર કરી મધઉત્પાદનકરતા ખેડૂતોપણમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.આખેડૂતોએવિધાનસભાનાઅ્ધક્ષશ્રીશંકરભાઈચૌધરીસાથેસીધી વાત કરીહતી.તેમજ તેઓનેમધમાખીઉછેરસમય પડતી મુશ્કેલીઓતેમજ તેમણે કરેલા આવ્યવસાય થકી તેમનાજીવનમાંથયેલા પરિવર્તનનાઅનુભવોવ્યક્તકર્યાહતાઆપ્રસંગેબાદારપુરા ખાતે વિધાનસભાના અધ