અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી
અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી
ફોરેસ્ટ અધિકારીઓને કોટેશ્વરના દબાણો દેખાયાં પણ વનરાજી રિસોર્ટ ન દેખાઈ
..બાલારામ અંબાજી વન્ય અભ્યારણ્ય વિસ્તારને અડીને આવેલ અંબાજી નજીકના પાનસા ગામની સીમના વિશાળ સંકૂલમાં વનરાજી રિસોર્ટ આકાર પામ્યું છે. જંગલ વિસ્તારમાં નિર્માણ પામેલ લક્ઝ્યુરિયસ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલની જમીન પર દબાણ કરી કથિત પાકું બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ અને ફરિયાદ ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી ભવાનીસિંહ રાઠોડ દ્વારા છેલ્લા સાત માસથી જંગલ વિભાગમાં કરવામાં આવી હતી. તેમ છતાં વિભાગ વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે બુધવારે દાંતામાં જીલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી.જેમા ડીડીઓ દ્વારા આ રિસોર્ટ નું ડીએલઆર દ્વારા સર્વે કરાવી જો ખોટું થયું હોય તો દબાણ દૂર કરવાની સૂચના જેતે વિભાગને અપાઈ છે સ્વાગત કાર્યક્રમ મા મીડિયાને પ્રવેશ અપાયો હતો નહીં. રિસોર્ટના દબાણ બાબતે 2/12/2022 થી nsui દ્વારા લડત ચાલુ છે.બીજી તરફ રિસોર્ટ સંચાલકોએ પણ ગેર કાયદેસર રોડ,સ્વીમીંગ પુલ બનાવ્યો હોવાનો આરોપ પણ ભવાનીસિંહ દ્વારા લગાવવામાં આવ્યો છે.
અંબાજી નજીક પાનસા ગામે આકાર પામેલ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલ વિભાગની જમીનનું કથિત દબાણ બાબતે બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી. જ્યા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડી. એલ. આર. કચેરી દ્વારા જમીન માપણી કરી દબાણ હોય તો દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ કચેરીની કામગીરી સામે અનેક આશંકાઓ જન્મી છે.જ્યાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વન વિભાગના અઘિકારીને તાત્કાલિક ડી.એલ.આર કચેરી દ્વારા જમીન માપણી કરી જો દબાણ હોય તો દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈને અંબાજી વન વિભાગ ઉત્તર રેન્જની કચેરીની કાર્યપ્રણાલી સામે એનેક સવાલો ઉભા થવા પામ્યા છે.અંબાજી નજીક પાનસા વનરાજી રિસોર્ટ મુદ્દે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થઇ હતી તો બીજી તરફ એક દિવસ અગાઉ કોટેશ્વર ખાતે ગરીબોના દબાણ વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે ત્યારે ગરીબો ના દબાણ દૂર થતા તેમની આજીવીકા નો મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે nsiu દ્વારા કોટેશ્વર ખાતે હાજર acf ને વનરાજી રિસોર્ટના દબાણ મુદ્દે રજૂઆત કરતા તેમને આ દબાણ દૂર કરવાની વાત કરી હતી .વધુમાં અરજદાર ભવાનીસિંહ દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે 8/12/2021 નું જજમેન્ટ છે કે અભ્યારણ હોય તો આવુ બાંધકામ રોડ થી દૂર કરાય પણ અહીં તો રોડ પાસે જ બાંધકામ કરાયું છે.આ મામલે આ વિસ્તારના વન અધિકારીએ કોટેશ્વર ખાતે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે દબાણ દૂર કરાશે.
ગુજરાતમાં દાંતા તાલુકામાં જેટલા કૌભાંડો ચાલે છે તેટલા કૌભાંડો કોઈ તાલુકામાં ચાલતા નથી ,તેવી ચર્ચાઓએ જોર પકડી છે ત્યારે કોટેશ્વર ખાતે જે દબાણ થયુ ત્યારે વન વિભાગે કેમ તે સમય પગલાં ભર્યા નહીં, દાંતા તાલુકામાં પાનસા ખાતે વન વિભાગની જગ્યામાં ગેરકાયદેસર રસ્તો બની જાય છે અને ગેરકાયદેસર સ્વિમિંગ પુલ બની જાય છે તો વન વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું છે કેમ તે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી અને અને વનરાજી રિસોર્ટ સામે પગલાં ભરતુ નથી.
રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com