દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી*

*દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી*

 બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવે તો મેઘ મહેર તરીકે ખેડૂતોમાં અને લોકોમાં ભારે ખુશી જોવા મળતી હોય છે તો બીજી તરફ ભારે વરસાદ આવવાથી ઘણી વખત મેઘ કહેર પણ થવાના લીધે ખેડૂતોને નુકસાન થવાનો વારો આવતો હોય છે અને ક્યારેક લોકોના જીવ પણ જતા હોય છે. દાંતા તાલુકામાં આવો ગોઝારો બનાવ સોમવારે બપોરે બન્યો હતો. દાંતા તાલુકામાં આવેલા રંગપુર ગામે ધામણી નદી માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. આ નદી મા  સોમવારે બપોરે રંગપુર ગામના કિશનજી ઠાકોર ધામણી નદી માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક તણાવવા લાગ્યા હતા આ ઘટના જોઈ નહીં તેમના પિતા ભલાજી ઠાકોર તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વિના નદીમાં કૂદી પડ્યા હતા ત્યારે ભારે પ્રવાહને પગલે બંને પિતા પુત્ર તણાવવા લાગ્યા હતા આ ઘટનાની જાણકારી મળતા ગ્રામજનો તાત્કાલિક ધામણી નદી ઉપર એકઠા થયા હતા અને ત્યારબાદ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. દાંતા તાલુકાના રંગપુર ગામે બનેલી ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગરીબ પરિવારે પિતા પુત્રને એક સાથે ગુમાવ્યા છે. પિતા પુત્રના એકસાથે મોત થતાં ઘર ઉપર મોટી આફત આવી ગઈ છે.
રંગપુર ગામના ગ્રામજનો દ્વારા દાતા મામલતદાર અને પોલીસને જાણ કરાયા બાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓ દ્વારા નદીમાંથી પિતા પુત્રની લાશ બહાર કાઢવા માટે ટીમ બનાવી હતી પણ લાશ બહાર ન આવતા તંત્ર દ્વારા દાંતીવાડા ખાતેથી એસડી આર એફ ની ટીમ બોલાવવામાં આવી હતી આ ટીમ દ્વારા સોમવારે સાંજે તારીખ શોધખોળ કરવામાં આવી હતી પણ પિતા પુત્રની લાશ મળી હતી નહીં ત્યારબાદ મંગળવારે સવારે ફરીથી એસડીઆરએફ ની ટીમ ના સભ્યો ધામણી નદીમાં પિતા પુત્રની લાશ કાઢવા માટે નદીમાં ઉતર્યા હતા. સવારે પિતાની લાશ મળી આવી હતી ત્યારબાદ ભારે શોધખોળ કર્યા બાદ નદીના અલગ અલગ વિસ્તારોમાંથી તપાસ કર્યા બાદ પુત્રની લાશ પણ મળી આવી હતી. રંગપુર ગામના રહેવાસી ભલાજી ઠાકોર અને તેમના પુત્રની લાશ ઘરે આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પુત્ર કિશન ઠાકોરના ઘરે ત્રણ વર્ષની દીકરી છે અને સાત મહિનાનો છોકરો છે. ઘરની સ્થિતિ પણ ઘર જોતા ખૂબ જ દયનીય લાગી રહી છે. પિતા પુત્રના મોત થતાં ગ્રામજનો દ્વારા અને પરિવારજનો દ્વારા સરકાર પાસે રાહતની માંગણી કરવામાં આવી રહી છે. મૃતક પુત્ર કિશન ઠાકોર ની પત્ની હાથમાં પોતાના નાના છોકરા છોકરીને લઈને ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો