ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત. મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.
ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત.
મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મોડાસાની સર પી. ટી. સાયન્સ કોલેજની વિદ્યાર્થીની કરિના મુકેશભાઈ પટેલ ગુજરાતમાં ત્રીજા સ્થાને આવતા સન્માન કરાયું.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવવા તેમજ અનેક વિષયોને લઈ સ્કૂલો કૉલેજોમાં કાર્યક્રમ કરે છે. જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી વંચિત ના રહે. આ માટે કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત ૨૮ જુલાઈ, શુક્રવારે મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજ ખાતે " સ્વાસ્થ્યની જાળવણી અને આપણો આહાર વિહાર " વિષય પર સેમિનાર યોજાયો. જેમાં કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે પ્રેઝન્ટેશન સાથે સ્વાસ્થ્ય પર સમગ્ર આહાર તેમજ આપણી જીવનશૈલીની અસર બાબતે ઝીણવટ ભરી રજૂઆત કરી.
આ ઉપરાંત ગાયત્રી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા તથા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે. આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન થાય છે. ૨૦૨૨માં ગુજરાતના ૫,૮૫,૦૦૦ અને તેમાં અરવલ્લી જિલ્લાની પ્રાથમિક- માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજના કુલ ૪૨૦૦૦ બેત્તાલીસ હજાર વિદ્યાર્થીઓ આ પરિક્ષામાં જોડાયા હતાં. આ પરિક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિશુલ્ક સેવા સહકાર આપી રહ્યાં છે.
આ લેવાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજની વિદ્યાર્થીની કરિના મુકેશભાઈ પટેલ ગુજરાતમાં ત્રીજા સ્થાને ઉતિર્ણ થઈ હતી. આ સેમિનારમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પ્રમુખ ધર્માભાઈ પટેલ તેમજ કૉલેજના પ્રિન્સિપાલ કે.પી.પટેલ સાહેબ તેમજ મંચસ્થ મહાનુભાવોએ આ વિદ્યાર્થીનીને શાન્તિકુંજ હરિદ્વારથી આવેલ ઈનામ રુપિયા ૧૦૦૦ અને સન્માન પત્ર આપી અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના કિરિટભાઈ સોની, અમૃતભાઈ પટેલ, મધુબેન પ્રજાપતિ તેમજ કૉલેજ સ્ટાફ સહિત કૉલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com