શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા બહુચર કુપા (૪૫) મો પગપાળા સંઘનું સુંદર આયોજન*

*શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા બહુચર કુપા (૪૫) મો પગપાળા સંઘનું સુંદર આયોજન* 
ડીસા મોદી સમાજ દ્વારા તેમજ શ્રી નારસંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી (૪૫) મો‌ પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત અષાઢ સુદ - ૧૨ ને તા. ૩૦/૦૬/૨૦૨૩ ને શુક્રવારે વહેલી સવારે પાંચ (૫) વાગે ડીસા માતાશેરી વિસ્તારમાં આવેલ માં અંબા બહુચર નાં મંદિરે ડીસા થી બહુચરાજી (૪૫) મો સંઘ પ્રસ્થાન કરશે આ પગપાળા સંઘમાં માતાજી ની મુખ્ય ધજા સ્વ:- મંજુલાબેન અમરતલાલ મહેસુરીયા પરીવાર દ્વારા લઈને ચાલશે ચા-નાસ્તો સવારે - ૮-૩૦/- કલાકે જુનાડીસા કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે ત્યારે બાદ સવારે -૧૦-૦૦/- કલાકે નવા ખાતે આવેલ અંબાજી માતાજીનાં નાસ્તો આપવામાં આવશે રાત્રી રોકાણ કીમ્બુવા ખાતે શ્રી બાબા રામદેવ મંદિરે રાખેલ છે.
આ પગપાળા સંઘ માં ચા-નાસ્તો ઠંડાપીણા, આઈસ્ક્રીમ, વગેરે આપવામાં આવશે તેમજ અષાઢ સુદ - ૧૩ ને શનિવારે પાટણ ખાતે પેટ્રોલ પંપ પાસે પહોંચી પાટણ નાં મોદી સમાજ દ્વારા ઠેરઠેર સ્વાગત કરી પાટણ શહેરમાં શોભાયાત્રા નગરમાં ફરશે અને લોકો દ્વારા સ્વાગત કરી ઠંડાપીણા, આઈસ્ક્રીમ વિગેરે વહેંચવામાં આવશે ત્યાંથી ભોજન પ્રસાદ લઈને રાત્રી રોકાણ ચાણસ્મા ખાતે રહેશે અષાઢ સુદ -૧૪ ને રવિવારે તા. ૨/૦૭/૨૦૨૩ મોઢેરા ખાતે પહોંચીને બપોરે ભોજન પ્રસાદનો લાભ લેશે અને રાત્રે આનંદ નાં ગરબાની રમઝટ જામશે ત્યાંથી વહેલી સવારે અષાઢ સુદ પૂનમ (૧૫) ને સોમવારે તા. ૩/૦૭/૨૦૨૩ નાં રોજ બહુચરાજી ધામે પહોંચી   
જઈ બહુચરાજી ગામમાં શોભા યાત્રા ફરીને બહુચરાજી મંદિરે ધજા ચઢાવવામાં આવશે તો ડીસાની ધર્મપ્રેમી મોદી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં જોડાય અને માં બહુચર માતામાં આસ્થા ધરાવતા સમાજના ભાઈઓ અને શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય રીસાલા ગુપ્ર નાં યુવાનો ખડેપગે ઉભા રહી સેવા કરશે તો આ (૪૫) માં પગપાળા સંઘમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ માં બહુચર નાં દર્શન અને પ્રસાદ નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે
લિ. વિનોદભાઈ બાંડીવાલા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું