ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા
ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા
દાંતા તાલુકો પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે આ વિસ્તારમાં સરકાર દ્વારા મોટું હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જે હોસ્પિટલ નો વહીવટ પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો હતો ત્યારબાદ આ હોસ્પિટલ નું સંચાલન હાલમા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે.આજ તા. ૨૬/૦૫/૨૦૨૩ ના રોજ માનનીય વિભાગીય નાયબ નિયામકક્ષી ગાંધીનગર ડૉ.સતિષ મકવાણા જનરલ હોસ્પિટલ અંબાજીની તાલુકા હેલ્થ ઓફિસ અને આર.સી.એચો સાહેબશ્રી સાથે મુલાકાત લીધેલ આ મુલાકાત દરમિયાન વિભાગય નાયબ નિયામક દ્રારા હોસ્પિટલ ખાતે યોજવામાંઆવેલ.અંબાજીના કુંભારિયા વિસ્તારમાં આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં આજે ગાંધીનગર વિભાગીય અધિકારીની અધ્યક્ષતામાં બ્લડ ડોનેસન કેમ્પ ખુલ્લો મૂકવામા આવ્યો તેમજ હોસ્પિટલને પડતી બ્લડની જરૂરીયાત ને પહોચી વળવા માટે અધિક્ષકક્ષી ડૉ. વાય કે મકવાણા સાહેબએ રજૂઆત કરેલ. તેના અનુસંધાનમાં નાયક નિયામક સાહેબ એ બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવા અંગેની મંજૂરી મળી રહે તે માટે રાજ્ય કક્ષા એ રજૂઆત કરવા તેમજ ચાલુ કરવા માટે ભલામણ કરવા માટે સૂચવેલ હતું તેમજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગમાં ડાયાલિસિસ કરવાનું એક નવું મશીન ફાળવવામાં આવેલ તેને ખુલ્લું મુકવામાં આવેલ હતું જેથી આ હોસ્પિટલ માં જેના દ્વારા આજુબાજુના વસતા લાભાર્થીઓને નજીક આ સુવિધાઓ મળી રહે તેમજ તેઓને ૫૦ કિલોમીટર દુર પાલનપુર જવું નહિ પડે ,પોકેટ એક્સ્પોર્ટચર નહિવત થાય તે અંગે સુચન કરેલ.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આ વિસ્તાર ખાતે આયુષ્માન કાડૅ તમામ લાયક લાભાર્થીઓના કાડૅ બનાવવામાં સરળતા પડે તેહેતુસરપી.એમ.જે.વાય. કીઓસ્કને પણ ખુલ્લું મુકવામાં આવેલ. તેમજ આજુબાજુમાં રહેતા દદીૅઓના બાળકોના જન્મ વખતે બાળકોને વજન ઓછુ હોય તેમજ પીળીઓ તે માટે નવું ફોટોઠેરાપી મશીન ખુલ્લું મુકવામાં આવેલ હતું તેમજ તાત્કાલિક સારવાર વિભાગ ડીલેવરી વિભાગ વાર્ડ વગેરે વિભાગ નું વિભાગ ની મુલાકાત લઈને માતામુત્યુ દર તેમજ બાર મુત્યુદાર માં ઘટાડો થાય તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્ય સેવા જન સુધી પહોચે તે માટે જરૂરી સલાહ સુચન આપેલ છે આ મુલાકાત દરમિયાન હોસ્પીટલના ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ હાજર રહેલો હતો.
રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com