મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?

મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?

 આવો, જાણીએ એક અનોખી રોચક પુરાણકથા

    શિવજીના પરમ ભક્ત મૃકન્ડ ઋષિ સંતાન ન હોવાના કારણે બહુ દુઃખી હતા. વિધાતાએ એમને સંતાનયોગ આપ્યો જ નહોતો. પણ, મૃકન્ડ ઋષિ સારી રીતે એ પણ જાણતા હતા કે, શિવજી સંસારના બધાં જ વિધાન બદલી શકવા સમર્થ છે. એટલે એમને જ હું કેમ પ્રસન્ન ન કરું!!?? એમ વિચારીને એમણે ઘોર તપ કર્યું. ભગવાન શિવજી  મૃકન્ડ ઋષિના તપનું કારણ જાણતા હતા એટલે એમણે ઋષિને જલદી દર્શન ન આપ્યા. પણ, આખરે મૃકન્ડ ઋષિના તપને કારણે મહાદેવજી પ્રસન્ન થયા વિના રહી ન શક્યા. શિવજીએ પ્રસન્ન થઈ ઋષિને કહ્યું કે, હું વિધાતાનું વિધાન બદલીને તને એક પુત્ર થાય એવું વરદાન તો આપું છું, પણ મારું આ વરદાન તને હર્ષ સાથે શોક પણ આપશે. 
    સમય જતા શિવજીના વરદાનથી મૃકન્ડ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. જેનું નામ માર્કન્ડેય રાખવામાં આવ્યું. જ્યોતિષીઓએ જોષ જોઈને ઋષિને બતાવ્યું કે, આ બાળક અલ્પાયું છે. આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે.
    જ્યોતિષીઓની આ વાત જાણી ઋષિનો આનંદ વિષાદમાં બદલાઈ ગયો. તેમ છતાં, ઋષિ પોતાની પત્નીને આશ્વસ્થ કરીને જણાવે છે કે, શિવજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થઈ છે તો એની રક્ષા સ્વયમ્ શિવજી કરશે. શિવજી માટે ભાગ્યને બદલવું મુશ્કેલ નથી. એ રીતે ઋષિદંપતિ પોતાનું મન મનાવે છે.
   સમય જતા માર્કન્ડેય ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે પિતાએ એને શિવમંત્રની દીક્ષા આપી. આ બાજુ માર્કન્ડેયની માતાને પુત્રની ઉંમર વધતા સતત ચિંતા થવા લાગી. એક દિવસ ચિંતામાં માતાએ પુત્ર માર્કન્ડેયને એની ઉંમર અલ્પ હોવાનું જણાવી દીધું. બાળક માર્કન્ડેયને જ્યારે પોતાની ઓછી ઉંમરની વાત જાણવા મળી એટલે એણે નિશ્ચય કરી લીધો કે, પોતે માતપિતાની ખુશી માટે શિવજીને પ્રસન્ન કરી દીર્ઘાયુ થવાનું વરદાન માંગી લેશે.
   સમય પસાર થવા લાગ્યો હતો. હવે માર્કન્ડેયની ઉંમર બાર વર્ષ થવા આવી હતી. એ જાણતો હતો કે હવે મૃત્યુ નજીક છે એટલે એણે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી દીધી. માર્કન્ડેયએ શિવજીને પ્રસન્ન કરવા મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવમંદિરમાં બેસીને ભગવાનના અખંડ જાપ શરૂ કરી દીધાં.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

    માર્કન્ડેયનો સમય પૂરો થયો એટલે યમદૂત એને લેવા આવ્યા. યમદૂતે જોયું કે બાળક માર્કન્ડેય શિવજીની આરાધના કરી રહ્યો છે એટલે એમણે થોડી પ્રતીક્ષા કરી. આ બાજુ માર્કન્ડેયના અખંડ જાપ ચાલું જ હતા. આ સ્થિતિમાં યમદૂત માર્કન્ડેયને અડવાની હિંમત ન ચાલી એટલે પાછાં ફરી ગયાં. પરત જઈને યમદૂતે યમરાજને સઘળી વાત કરી એટલે યમરાજે સ્વયમ્ માર્કન્ડેયને લેવા જવાનું નકકી કર્યું.
    યમરાજા માર્કન્ડેય પાસે પહોંચ્યા તો ખરા પણ , આ શું...!? બાળક માર્કન્ડેય જોરજોરથી મહામૃત્યુંજયના જાપ કરતો શિવજીને વીંટળાઈ ગયો. બાળક માર્કન્ડેયના અવિરત મહામૃત્યુંજય જાપ વચ્ચે, યમરાજાએ પોતાનો હાથ લંબાવી માર્કન્ડેયને શિવલિંગ પાસેથી ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. આમ થતાં જ ભયંકર અવાજ થયો અને મંદિર ડોલવા લાગ્યું. એ સાથે જ પ્રચંડ પ્રકાશ ફેલાયો અને યમરાજની આંખો અંજાઈ ગઈ.
   શિવલિંગમાંથી સ્વયમ્ મહાકાલ પ્રગટ થયા અને હાથમાં ત્રિશૂળ લઈ યમરાજને સાવધાન કરતા કહ્યું કે, મારી સાધનામાં લીન ભક્તને ખેંચીને લઈ જવાની તમને હિંમત કેમ થઈ?
    યમરાજ મહાકાલનું પ્રચંડ રૂપ જોઈ કંપવા લાગ્યા. બોલ્યા, "પ્રભુ ! હું તો આપનો સેવક છું. આપે જ મને જીવોના પ્રાણ હરવાનું નિષ્ઠુર કામ સોંપ્યું છે."
    યમરાજની વાત સાંભળી શિવજીનો ક્રોધ શાંત થયો. ક્રોધ શાંત થતા શિવજી બોલ્યા, 'હું મારા ભક્તની સ્તુતિથી પ્રસન્ન છું અને મેં એને દીર્ધાયુ થવા વરદાન આપ્યું છે, માટે તમે એને નહીઁ લઈ જઈ શકો.'
    યમરાજ બોલ્યા, "પ્રભુ ! આપની આજ્ઞા સર્વોપરી છે. હું આપના પરમ ભક્ત માર્કન્ડેય દ્વારા રચાયેલ મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરનાર જીવને હવેથી કદી ત્રાસ નહીઁ આપું."
    આ રીતે ભગવાન મહાકાલની કૃપાથી માર્કન્ડેય દીર્ધાયુ બની ગયા. અતઃ એમના દ્વારા રચાયેલ મહામૃત્યુંજય મંત્ર કાળને પણ પરાસ્ત કરવા શક્તિમાન છે.
        - ડૉ. રવજી ગાબાણી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો