આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.

આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી. 
તા-૩૧/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એમ.એ.સિદ્દિકી તથા જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સાઈક્લોન રેલી અને જાહેર સ્થળો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની થીમ સાથે "અમને ખોરાક ની જરૂર છે તમાકુની નહી"  આ રીતે  “વિશ્વ તમાકુ નિષેધ દિનની” ઉજવણી કરવામાં આવી. 
  સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "WE NEED FOOD NOT TOBACCO એ થીમ આપવામાં આવી છે. ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં લોકો તમાકુનું સેવન બહોળા પ્રમાણમાં કરે છે, જેથી ખાધ્ય ઉત્પાદનની જમીનમાં પણ તમાકુનું ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમાકુ નિષેધ કાયદા(COTPA-2023) બનાવી અલગ અલગ કલમોની જોગવાઈ કરવામાં આવી છે .જેના થકી જુદી જુદી રીતે દેશનીય કામગીરી કરવામાં આવે છે 
  અરવલ્લી જીલ્લાને “તમાકુ મુક્ત" જાહેર કરવાનું થાય છે આ માટે લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
  લોકો વધુને વધુ વ્યસન મુક્ત થાય તે માટે ટવીટર, ફેસબુક. ઈન્સટ્રાગ્રામ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી તમાકુ વિરોધી સંદેશાઓ પ્રસારીત કરવામાં આવેલ તમાકુનું વ્યસન આરોગ્ય સામાજિક, આર્થિક, પર્યાવરણ, કૌટુંબિક,ધાર્મિક, શારીરિક તે ખૂબ નુક્સાનકારક છે. તેથી તેને નાબૂદ કરવું આજના સમયની જરૂરિયાત છેતમામ લોકો દ્વારા જીવનભર તમાકુનું સેવન ન કરવા તેમજ તમાકુનું સેવન કરતા લોકોને આ દુષણમાંથી બહાર કાઢવા સતત કટિબદ્ધ રહેવા અરવલ્લી જીલ્લા પંચાયત મોડાસા ખાતે સંકલન મિટિંગમાં માન.કલેક્ટર સાહેબશ્રી,માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા તમામ શાખા અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે શપથ ગ્રહણ કરાવવામાં આવેલ. 
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો