બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી

*બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી*
*ગામમાં નથી રોડ રસ્તા નથી તેના કારણે 108 પણ નથી આવતી શક્તિ તેને કારણે અમારે બહુ તકલીફ પડે છે
તાજેતરમાં ગુજરાતમાંથી બીપોરજોય વાવાઝોડું પસાર થયું છે. વાવાઝોડું પસાર થયા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી. દાંતા તાલુકામાં સીઝનનો 42 ટકા વરસાદ પણ પડી ગયો છે ત્યારે હજુ ચોમાસાની ઋતુ ની શરૂઆત થઈ નથી ત્યારે દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા નાના-મોટા નદી નાળામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને આ કારણે દાંતા તાલુકામાં પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ દાંતા તાલુકાના અનેક ગામોમાં ઝાડ પડવાના અને ખેતીના પાક બગાડવાના અનેક બનાવો સામે આવ્યા છે. દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાછળ આવેલા અને ધરોઈ ડુબમાં ગયેલું ગામ ઉમેદપુરા ગુજરાતના અન્ય ગામોથી અલગ પડે છે કારણ કે આ ગામમાં જવા માટે કોઈ પાકા રસ્તાની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી નથી આ ગામમાં કોઈ પણ પ્રકારના ખાનગી કે એસ.ટી ના વાહનો પણ આવતા નથી આ ગામ ચારે તરફ ધરોઈ ડેમ અને ડુંગરો થી ઘેરાયેલું ગામ છે તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ આ ગામમાં રહેતા ગરીબ ખેડૂતોના ખેતરોના પાક પાણીના લીધે બગડી ગયેલ છે.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ એવા ઉમેદપુરા ગામની વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈપણ પ્રકારની દુકાન જોવા મળતી નથી આ ગામની અંદર કોઈપણ પ્રકારના પાકા મકાન જોવા મળતા નથી આ ગામની અંદર જવા માટે જીવના જોખમે ડેમના પાણીમાંથી ગાડી પસાર કરવી પડે છે ત્યારે આ ગામના ખેડૂતોના ખેતર ધરોઈ ડેમના વચ્ચે અને નજીકના કિનારા ઉપર આવેલા છે ત્યારે આ ગામના ખેડૂતો અને બાજુના ગામના ખેડૂતો રોજના ત્રણથી ચાર કિલોમીટર ચાલીને પોતાના ખેતર પર જાય છે અને તાજેતરમાં વધુ પડેલા વરસાદ અને પવનના લીધે તેમના ખેતરના પાક બગડી ગયેલ છે અને તેમને ભારે નુકસાન થયેલ છે પોતાની વ્યથા આ ગામના ખેડૂતોએ અને લોકોએ મીડિયા સમક્ષ રજુઆત કરી હતી. આ ગામની મુલાકાત જ્યારે સંદેશ ના પત્રકાર દ્વારા લેવામાં આવે ત્યારે તેમને ચાલીને જવું પડ્યું હતું અને સાયકલનો પણ સહારો લેવો પડ્યો હતો. તાજેતરમાં પડેલા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ છે અને આ જ કારણે આ ડેમની પાછળના ભાગે આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને કેટલાક ખેડૂતોનો પાક પણ બગડી ગયેલ છે.


*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું