પોસ્ટ્સ

શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી.

છબી
શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી. આજે સમય સવારે ૯:૧૫ ની આસપાસ શામળાજી નજીક પાંચ મહુડી જોડે મેજર એક્સીડન્ટ માટે ૧૦૮ પર કોલ આવતા ત્યાં શામળાજી, ભિલોડા, મેઢસાન, મોડાસા, ઇસરી, મેઘરજ તેમ કુલ ૬ એમ્બ્યુલન્સ તથા પ્રાઇવેટ વાહન તથા સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દ્વારા દરેક ના સહયોગ થી ૬૦ જેટલા વિક્ટીમ નજીકની શામળાજી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાર બાદ જે ૧૨ જેટલા ક્રિટીકલ દર્દી હતા તેઓ વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે હિંમતનગર GMERS સિવિલ હોસ્પીટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. આ રીતે અરવલ્લી જીલ્લામાં ૧૦૮ ની ટીમ, સરકારી હેલ્થ  વિભાગ તથા પબ્લિકના સહયોગથી સફળ રીતે આખા ઓપરેશનને સંભાળવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લા ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજમાં

છબી
અરવલ્લી જિલ્લા ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજમાં આજે રિહર્સલ યોજાયું . આગામી ૭૪માં પ્રજાસત્તાક દિન, ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યોજાનાર છે. ૨૬મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને લઈને આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મેઘરજ માં શ્રી. પી.સી.એન. હાઈસ્કૂલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી થશે. તેના ભાગરૂપે આજે પુરા કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું. જેમાં પોલીસ પરેડ, સાંકૃતિક કાર્યક્રમ, અશ્વ દોડ તેમજ ડોગ શો જેવા અનેક કાર્યક્રમ પ્રજાસતાક દિવસે મેઘરજ ખાતે યોજાશે.ડીડીઓશ્રી કમલ શાહ દ્વારા કાર્યક્રમનું પૂર્વનિરીક્ષણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાની જનતાને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ ના પર્વની ઉજવણીમાં જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા.અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે.

છબી
અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા. અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતીક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરે નું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં ૫ થી ૮ ગણું વધું ઉત્પાદન મળે છે. ગ્રીનહોઉસમાં ખીરા કાકડીનું વાવેતર : ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઇ પટેલે. જેઓએ 5 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રીનહાઉસ બનાવીને  મબલખ  ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ ૨૦ એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું હતું . ગ્રીનહાઉ

અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી.

છબી
અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની  બેઠક મળી. આ બેઠકમાં કલેક્ટરે ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. રજૂઆત કરાયેલ કામ સરકારની ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા હતા.     આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા કાયદો અને વ્યવસ્થા ને લગતા,વીજ જોડાણના, જમીન માપણીના, ગેરકાયદે બાંધકામના, એસ.ટી.ના, આયોજનના કામોના,પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેનો સત્વર અને હકારાત્મક ઉકેલ લાવવા પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.   જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત , જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમ

અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા

છબી
અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા અંબાજી ખાતે 19 જાન્યુઆરી ના દિવસે બપોરે 3 વાગે અંબાજી 'SAPTI' સંસ્થા ખાતે દેશ-વિદેશના મૂર્તિકારોની ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ 'શિલ્પ સંગમ'નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે .કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં 'SAPTI' સંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.    વિઓ:- આ કાર્યક્રમમાં દેશના ઉત્તમ કલાકારો અને વિશ્વના 10 દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપતી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ઉત્તમ સ્ટોનના આર્ટિસ્ટો પણ જોડાયા હતા. સાપ્તી ના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડિઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત, વિણાબેન પડિયા સહીત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ આર્ટિસ્ટ

સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે.

છબી
સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે. જેના અનુસંધાને આજે વાંકાનેર તથા મુનાઈ ગામે ગ્રામસભા યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગો ના કર્મચારીઓ તથા અઘિકારી ઓ હાજર રહી લોકોને માહિતી આપી સરકાર ની વિવિધ યોજના ઓ તથા લાભો વિશે જાણકારી આપી હતી. આ તબક્કે આરોગ્ય વિભગના સ્થાનિક કર્મચારીઓ તથા અઘિકારી પણ હાજર રહ્યા હતા .અને આરોગ્ય વિષયક માહિતી તથા જાણકારી તેમજ સરકાર ની વિવિધ યોજના ઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ  આયુષ્માન કાર્ડ બનાવવા માટેની જરૂરી માહિતી તથા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે આ કાર્ડ નીકળે છે તે પણ જણાવવામાં આવ્યું હતું.  આ ગ્રામસભા મિટિંગ માં સરપંચ શ્રી ઓ સભ્યો તથા ગામ ના આગેવાનો, તેમજ  ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા . આ ગ્રામસભા માં તાલુકા આરોગ્ય અધિકારી ડો.શ્વેતાંગ નિનામા પણ હાજર રહ્યા હતા.  અને આરોગ્ય વિષયક કઈ પણ સમસ્યા હોય તો જણાવવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે.

છબી
દાંતા જસવંતપુરા બદતર હાલતમાં ભણતા સરકારી ગુજરાતની શાળાનાં બાળકો  બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષ થી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ.બેટી બચાઓ બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ..... કેવી રીતે,...? ગૂજરાત સરકાર પણ આદિવાસી વિસ્તાર તરફ ઓરમાયું વર્તન રાખતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનને લઈને જે જાહેરાતો કરવામાં આવે છે તે જાહેરાતો ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાસ્તવિકતા શાળામાં અલગ પ્રકારની જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં છેલ્લાં 1 મહિનામાં વગદા ક્યારી, જોધસર, ધામણવા અને જશવંતપુરા (મંડાલી) ની શાળાઓ વિવાદમાં આવી છે જેમા 1 થી 5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો 67 બાળકોને અભ્યાસ કરાવે છે. શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી એટલે બાળકોને આ રીતે ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે.      ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશ

અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત.માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

છબી
અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત. માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવતા ખેડૂતો. અરવલ્લી જિલ્લાના મેઘરજ  તાલુકાના ભગવતીપુરા કંપાના ખેડૂત નીતિનભાઈએ દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગ અને નવતર પ્રયોગ કરીને સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા નીતિન ભાઈએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે. આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળા તરબૂચનું વાવેતર કર્યું.નીતિનભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો

અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત. માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવતા ખેડૂતો. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપાના ખેડૂત નીતિનભાઈએ દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગ અને નવતર પ્રયોગ કરીને સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા નીતિન ભાઈએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળા તરબૂચનું વાવેતર કર્યું.નીતિનભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે. અરવલ્લી જિલ્લામાં નવતર પ્રયોગથી કરવામાં આવેલી તરબૂચની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત. માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવતા ખેડૂતો. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપાના ખેડૂત નીતિનભાઈએ દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગ અને નવતર પ્રયોગ કરીને સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા નીતિન ભાઈએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળા તરબૂચનું વાવેતર કર્યું.નીતિનભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.અરવલ્લી જિલ્લાના ખેડૂત

ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં

છબી
ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં       એંકર:- શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ગબ્બર ખાતે 2021 મા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગબ્બર તળેટી ખાતે દબાણ માં રહેતાં ભરથરી સમાજના લોકો ને સનદ આપી હતી ત્યારબાદ ખાનગી એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામા આવ્યાં હતા,જેમાં વહીવટી તંત્રને આ સંસ્થા દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 2012 થી ભીખ નહિ પણ ભણીએ સૂત્ર અપનાવી આ સંસ્થાએ ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતાં બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાળકો હાલમા ભીક્ષાવૃતી છોડીને અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું હતું સાથે સાથે ખેલકૂદમાં અને બેન્ડમાં પણ સારી એવી નામના કરી હતી.સરદાર પટેલ ની જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે પ્રધાનમંત્રીની હાજરીમાં પણ તેમને સરસ પર્ફોર્મ કર્યું હતું અને તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ગબ્બર ખાત

અરવલ્લી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની મેઘરજમાં થશે ઉજવણી,

છબી
અરવલ્લી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની મેઘરજમાં થશે ઉજવણી,  ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પી. સી.એન હાઈસ્કૂલ, મેઘરજ ખાતે યોજાશે.ધ્વજવંદન, પરેડ, ટેબલો પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, સન્માન તેમજ અન્ય તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સ્થળ મુલાકાત કરીને તમામ વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા સંબંધિત અધિકારીઓને કામગીરી બાબતે જણાવવામાં આવ્યું હતું. અરવલ્લીના મેઘરજ ખાતે યોજાનાર પ્રજાસતાક દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે,આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિવિધ પરેડ અને કરતબ રજૂ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે તમામ વિભાગે પણ તૈયારી શરૂ કરી છે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સ્થળ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના,જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ,ડીડીઓશ્રી કમલ શાહ,અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર ,કાર્યપાલક ઈજનેરશ્રી એન.કે. પ્રજાપતિ, મોડાસા પ્રાંતશ્રી અમિત પરમાર તેમજ શિક્ષણવિભાગ, રમત

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે.

છબી
દાંતા તાલુકામાં દારૂના અડ્ડાઓમાં વધારો, વેલવાડા ગામે બુટલેગરે સ્થાનિક પર હુમલો કર્યો સાહેબ સરકાર તો ગરીબ પ્રજાને રોજગારીના માર્ગ બતાવે છે પણ તમે કેમ પ્રજાને બરબાદીના મારે  માર્ગ કે ચઢાવી રહ્યા હોય તેવી લોક મુખે ચર્ચાઓ  ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી દાંતા તાલુકામાં આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે. અંબાજી થી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ દાંતા તાલુકાનું વડુ મથક છે. દાંતા ની અંદર છેલ્લા કેટલાય સમયથી  માથાભારે બુટલેગરનું દારૂનું સ્ટેન્ડ ખુલ્લી આમ ચાલી રહ્યું છે, દાંતા પોલીસને દાંતામાં બધું દેખાય છે પણ આ બુટલેગરનું સ્ટેન્ડ દેખાતું નથી. આ બાબતને લઈને દાંતા તાલુકાના જાગૃત નાગરિકે દાંતા પોલીસ મથકે અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીને લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ દાંતા ખાતે માથાભારે બુટલેગરનું સ્ટેન્ડ બંધ

જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

છબી
જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામમાં વિવિઘ માર્કેટ અને કોમ્પલેક્ષ આવેલા છે ત્યારે આજે બપોરે અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલાં બે માળના ગ્રામ પંચાયત કોમ્પલેક્ષ નાં ધાબા પર એક મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા આવી હતી. મહીલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા ધાબા ઊપર આવતા ભારે કુતુહુલ સર્જાયું હતું.આ લાઇવ દ્રશ્યો જોઈ લોકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. આસપાસના લોકોએ મહિલાને સમજાવવા ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ એક સમય માટે મહીલા પોતાના ફુલ જેવા 1 વર્ષના બાળકને ઉપરથી નીચે લટકાવી દીધો હતો ત્યારે પાસે દુકાન ધરાવતાં એક ભાઈ ઉપર જઇને મહિલાના બાળકને ખેંચી બચાવી લીધો હતો.     ત્યારબાદ આ મહીલા જેનું નામ રજનીબેન સંજયકુમાર દંતાણીછે તેમને પણ ધાબા પર થી નીચે કૂદવાની કોશિષ કરી હતી ત્યારે તે વખતે હાજર એક દુકાનદાર ભાઈએ આ મહિલાને પણ બચાવી લીધી હતી. આ મહિલાનું કહેવું છે કે મારા સસરાનું પાલનપુર ખાતે 15 દીવસ અગાઉં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું અને અમે પાલનપુર

દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર...દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યોદાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ...

છબી
દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર... દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યો દાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ... કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી,યાત્રાધામ અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે...        ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે.દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છ.દાંતા મોહોબ્તગઢ  ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે.  જાણવા મળ્યા મુજબ દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે.દાંતા વિસ્તારમાં ઓડવાસ,મોહોબ્તગઢ,ભેમાળ વિસ્તારમાં- વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે.આ દુષ

અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાયછે : કલેક્ટરશ્રી

છબી
અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે : કલેક્ટરશ્રી  અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કલેક્ટરશ્રી નરેન્દ્ર કુમાર મીના દ્વારા કરવામાં આવ્યું.માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે. આવુ જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ૧૧ જાન્યુઆરી થી શરૂ કરવામાં આવ્યું.માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. કલેક્ટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લ

ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત.

છબી
ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત. ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્ર પરત્વે સામાજિક પરિવર્તન આવે તેમજ પુન: લગ્રનો સમાજ દ્રારા સાહજિક પણે સ્વીકાર થાય, તથા દરજ્જા અને ભુમિકાના વિભિન્ન આયામોમાં વ્યવહારિક  પરિવર્તન સુનિશ્ચિત થાય તેમજ સમાજમાં ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્રનો સ્વીકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ‘ગગા સ્વરૂપા પુન:લગ્ર આર્થિક સહાય યોજન અમલમાં મુકવામા આવી છે. ગંગા સ્વરૂપા પુન :લગ્ર આર્થિક સહાય યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ પુન:લગ્ન કરે છે તો તેઓને યોજના અંતર્ગત રૂ.૨૫.૦૦૦/-ની આર્થિક સહાય પુન :લગ્ર કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવે છે તેમજ રૂ.૨૫.૦૦૦/-ની રકમના રાસ્ટ્રીય બચત પત્રો {NSC}  એમ કુલ રૂ.૫૦.૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લામાં ૬ ગંગા સ્વરૂપા બહેનોએ આ યોજનાનો લાભ મેળવેલ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્રતા ઘરાવતા લાભાર્થિઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,A/S/18, બીજો માળ, જિલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લીનો સંપર્ક ક

રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં.

છબી
રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં. અરવલ્લી જિલ્લાના બાયાડ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોર અંગે ફરિયાદ મળતાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી. નગરપાલિકા ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો. આદેશ બાદ બાયાડ નગર પાલિકા વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન ૧૦ ગાય અને ૧૦ આખલાને પકડી પાડવામાં આવ્યા છે. આ પશુધનને નરોડા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્રની કામગીરીથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.  બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં*

છબી
દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. દાતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇન ના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ