સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે.

સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે. જેના અનુસંધાને આજે વાંકાનેર તથા મુનાઈ ગામે ગ્રામસભા યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગો ના કર્મચારીઓ તથા અઘિકારી ઓ હાજર રહી લોકોને માહિતી આપી સરકાર ની વિવિધ યોજના ઓ તથા લાભો વિશે જાણકારી આપી હતી. આ તબક્કે આરોગ્ય વિભગના સ્થાનિક કર્મચારીઓ તથા અઘિકારી પણ હાજર રહ્યા હતા .અને આરોગ્ય વિષયક માહિતી તથા જાણકારી તેમજ સરકાર ની વિવિધ યોજના ઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ  આયુષ્માન કાર્ડ બનાવવા માટેની જરૂરી માહિતી તથા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે આ કાર્ડ નીકળે છે તે પણ જણાવવામાં આવ્યું હતું. 
આ ગ્રામસભા મિટિંગ માં સરપંચ શ્રી ઓ સભ્યો તથા ગામ ના આગેવાનો, તેમજ  ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા . આ ગ્રામસભા માં તાલુકા આરોગ્ય અધિકારી ડો.શ્વેતાંગ નિનામા પણ હાજર રહ્યા હતા.  અને આરોગ્ય વિષયક કઈ પણ સમસ્યા હોય તો જણાવવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.