અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા

અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા

અંબાજી ખાતે 19 જાન્યુઆરી ના દિવસે બપોરે 3 વાગે અંબાજી 'SAPTI' સંસ્થા ખાતે દેશ-વિદેશના મૂર્તિકારોની ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ 'શિલ્પ સંગમ'નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે .કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં 'SAPTI' સંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
   વિઓ:- આ કાર્યક્રમમાં દેશના ઉત્તમ કલાકારો અને વિશ્વના 10 દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપતી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ઉત્તમ સ્ટોનના આર્ટિસ્ટો પણ જોડાયા હતા. સાપ્તી ના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડિઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત, વિણાબેન પડિયા સહીત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ આર્ટિસ્ટ છે તેઓ પણ આ કાર્યક્રમમાં આવીને ઘણા જ ખુશ થયા હતા અને તેમનું પણ આ સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું આજે જે આર્ટિસ્ટો આવ્યા છે તેઓ આર્ટિસ્ટ માર્બલના અલગ અલગ પથ્થરો ના ઉત્તમ મૂર્તિકારો છે અને તેઓએ તેમના દેશમાં પણ નામ રોશન કર્યું છે . આ મૂર્તિકારો અંબાજી ખાતે આવીને તેમની જે કારીગરી છે તેમનું પણ કારીગરીનો નમુનો બતાવ્યો હતો મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમને ગુજરાત આવીને અને ઇન્ડિયા આવીને ઘણું જ સારું લાગ્યું છે બધા 12 કલાકારો 10 દેશોના ભેગા થઈને જય અંબે નો રણકાર પર કર્યો હતો. 20 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા મૂર્તિકારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ અહીં 20 દિવસ સુધી રહીને અંબાજીના અને અરવલ્લી ગિરિમાળા ના પથ્થરોની કારીગરી કરશે. અંબાજી ખાતે નિતીન દત્ત સેન્ટર ડાયરેક્ટર સાપ્તિ અને વીણાબેન પડ્યા સ્ટેટ ડાયરેકટર હાજર રહી આ વિદેશી કલાકારો સાથે જોડાયા હતા. અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના 10 દેશોના 12 કલાકારો પ્રથમ વખત આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આરસ પહાણ ની ખાણ અંબાજી ખાતે આવેલી છે અંબાજીમાં માર્બલ ની અંદાજે 30 જેટલી ખાણો આવેલી છે જેમાંથી વાઈટ માર્બલ સેકન્ડ વાઈટ,પેન્થર, અને અડંગો સહિતના પથ્થરો નીકળે છે સાથે ગ્રીન માર્બલ પણ નીકળે છે આમ ગુજરાતમાં અંબાજી માર્બલ નું હબ ગણાય છે.

:- વિદેશ થી આવેલા 12 મહેમાનોની યાદી :- 


1.Sodong Choe, South Korea

2.Oscar Aguirre Comendador,Spain

3.Carole Turner, Usa

4.Zdravko Zdravkov,Bulgaria

5. Alex Labejof, France 

6.Klaus F.Hunsicker,Germany

7.Vasilis Vasili,Greece

8.Elena Saracino,Italy

9.Hiroshi Miyauchi, Japan

10.Hidenori Oi,Japan

11.Eugen Petri,Romania

12. Gyu Jo Choi,South Korea 

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો