ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે.

દાંતા તાલુકામાં દારૂના અડ્ડાઓમાં વધારો, વેલવાડા ગામે બુટલેગરે સ્થાનિક પર હુમલો કર્યો
સાહેબ સરકાર તો ગરીબ પ્રજાને રોજગારીના માર્ગ બતાવે છે પણ તમે કેમ પ્રજાને બરબાદીના મારે  માર્ગ કે ચઢાવી રહ્યા હોય તેવી લોક મુખે ચર્ચાઓ
 ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી દાંતા તાલુકામાં આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે. અંબાજી થી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ દાંતા તાલુકાનું વડુ મથક છે. દાંતા ની અંદર છેલ્લા કેટલાય સમયથી  માથાભારે બુટલેગરનું દારૂનું સ્ટેન્ડ ખુલ્લી આમ ચાલી રહ્યું છે, દાંતા પોલીસને દાંતામાં બધું દેખાય છે પણ આ બુટલેગરનું સ્ટેન્ડ દેખાતું નથી. આ બાબતને લઈને દાંતા તાલુકાના જાગૃત નાગરિકે દાંતા પોલીસ મથકે અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીને લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ દાંતા ખાતે માથાભારે બુટલેગરનું સ્ટેન્ડ બંધ થયેલ નથી.
      ઉતરાયણના દિવસે દાંતા તાલુકાના વેલવાડા ગામે નદીના પટમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે  વેલવાડા ગામના સ્થાનિક લોકોએ આ દારૂનો અડ્ડો બંધ કરવા રજૂઆત કરી હતી તે સમયે નદીના પટમાં ઝઘડો શરૂ થયો હતો અને દારૂના બુટલેગરે રજૂઆત કરનાર ગ્રામજનો પર છરીથી હુમલો કર્યો હતો. દાંતા પોલીસ આ બાબતે હજુ સુધી કોઈ કાયદાકીય પગલાં લીધા નથી ત્યારે રાજ્યના ગૃહ મંત્રી એકવાર દાંતા તાલુકામાં આવીને આ બદી કાયમી ધોરણે બંધ કરે તેવી માંગ ઉઠી છે અને જવાબદાર પોલીસ અધિકારી પર પગલા ભરે તેવી પણ માંગ ઉઠી છે


*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો