જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામમાં વિવિઘ માર્કેટ અને કોમ્પલેક્ષ આવેલા છે ત્યારે આજે બપોરે અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલાં બે માળના ગ્રામ પંચાયત કોમ્પલેક્ષ નાં ધાબા પર એક મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા આવી હતી. મહીલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા ધાબા ઊપર આવતા ભારે કુતુહુલ સર્જાયું હતું.આ લાઇવ દ્રશ્યો જોઈ લોકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. આસપાસના લોકોએ મહિલાને સમજાવવા ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ એક સમય માટે મહીલા પોતાના ફુલ જેવા 1 વર્ષના બાળકને ઉપરથી નીચે લટકાવી દીધો હતો ત્યારે પાસે દુકાન ધરાવતાં એક ભાઈ ઉપર જઇને મહિલાના બાળકને ખેંચી બચાવી લીધો હતો.
ત્યારબાદ આ મહીલા જેનું નામ રજનીબેન સંજયકુમાર દંતાણીછે તેમને પણ ધાબા પર થી નીચે કૂદવાની કોશિષ કરી હતી ત્યારે તે વખતે હાજર એક દુકાનદાર ભાઈએ આ મહિલાને પણ બચાવી લીધી હતી. આ મહિલાનું કહેવું છે કે મારા સસરાનું પાલનપુર ખાતે 15 દીવસ અગાઉં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું અને અમે પાલનપુર જઇને ખબર પણ કાઢી હતી પણ મારા જેઠ કાળુભાઇ દંતાણી તે બાબતને લઈને મને મારવા આવ્યાં હતા. પીડિત મહિલા રજનીબેન સંજયકુમાર દંતાણી યે જણાવ્યુ હતુ કે મારાં જેઠ, જેઠાણી અને મારા સાસુ મને મારવા આવ્યાં હતાં. આ ત્રાસના કારણે મે મારા પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ જણાવ્યુ હતુ કે મારા પતિ અને મારા વચ્ચે કોઇજ અણબનાવ નથી.આ ઘટનાની જાણ અંબાજી પોલીસ ને થતા આ પીડિત મહિલા, તેનો પતિ અને તેના પુત્ર સાથે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. અંબાજી ના બજારમાં આ ઘટનાને પગલે લોકોના જીવ તાળવે ચોટાઈ ગયા હતા અને બંને લોકોના જીવ બચી જવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મહિલાના પતિ સંજય કુમાર દંતાણીએ પણ જણાવ્યું હતું કે મારો શર્ટ પણ ફાડવામાં આવ્યો હતો અને અમારા ભાઈ,ભાભી અમારી સાથે અવાર નવાર ઝઘડા કરતા રહે છે. આમ સમયસૂચકતાથી માતા અને બાળકનો જીવ બચી ગયો હતો
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com