દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં*
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. દાતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇન ના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતને લઈને તેઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.રાત્રિના દરમિયાન પણ કામ ચાલુ હોવાનું ગામ લોકોએ કર્યા આક્ષેપો. ગામનાં પુર્વ સરપંચ પણ કહી રહ્યાં છે કે અમે અમારા ગામમાં ભ્રષ્ટાચાર ચાલવા દઈશું નહિ, થોડા વર્ષ અગાઉ બનેલી પાણીની પાઇપ લાઇન મા ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ વાત કરી છે.
દાંતા પાસે આવેલ નાનાસડા ગામની સીમમાં પુલ પાસે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે.પાણી પુરવઠાની પાઇપ અને પ્રોટેક્શન દિવાલ મા થઈ રહેલા કામને લઈને ગ્રામજનો કામના સ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી રહ્યા છે.પ્રોટેક્શન દિવાળી ની અંદર માટીનો મરડો નાખવામાં આવ્યો હોય તેવું ગામ લોકોના લોકો આક્ષેપો કરી રહ્યા છે.આ પ્રોટેક્શન દિવાલમાં વિજિલન્સ તપાસ થાય તેવી જનતાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ દાંતા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી અને કર્મચારીને પૂછતા તેમને આક્ષેપો ફગાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે એમને બાઈટ આપવાની સત્તા નથી ત્યારે હવે તપાસનો વિષય એ છે કે સરકાર આ બાબતે ગ્રામજનોનાં આક્ષેપો ની તપાસ કરાવે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા કામ કરીને નાણા નો દુરુપયોગ કર્યો હોય તેવા લોકોના અક્ષેપો થઈ રહ્યાં છે . વધુમાં કામ તાત્કાલિક બંધ કરવા લોકોની માંગ ઉઠી છે . રાત્રી ના સમયે કામ કરવાનું કારણ સમજાતું નથી.આ કામ જોતા એવું લાગી રહ્યું છે જો સમાન્ય વરસાદ થાય તો પાઇપલાઇનનું ધોવાણ થાય . પુર્વ સરપંચે આ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે .જો ગામમાં પાઇપલાઇનનું કામ સારું નહીં કરવામાં આવે તો અમે લડત લડીશું.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com