ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં
ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં
એંકર:- શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ગબ્બર ખાતે 2021 મા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગબ્બર તળેટી ખાતે દબાણ માં રહેતાં ભરથરી સમાજના લોકો ને સનદ આપી હતી ત્યારબાદ ખાનગી એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામા આવ્યાં હતા,જેમાં વહીવટી તંત્રને આ સંસ્થા દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 2012 થી ભીખ નહિ પણ ભણીએ સૂત્ર અપનાવી આ સંસ્થાએ ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતાં બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાળકો હાલમા ભીક્ષાવૃતી છોડીને અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું હતું સાથે સાથે ખેલકૂદમાં અને બેન્ડમાં પણ સારી એવી નામના કરી હતી.સરદાર પટેલ ની જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે પ્રધાનમંત્રીની હાજરીમાં પણ તેમને સરસ પર્ફોર્મ કર્યું હતું અને તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ગબ્બર ખાતે રહેતા ભિક્ષા વૃદ્ધિ કરતા બાળકો હાલમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે સંગીત ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે અને અવનવી પ્રવૃત્તિમાં ઘણા આગળ નીકળી ગયા છે અને ભીક્ષા વૃતી છોડી દીધી છે ત્યારે આજે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા અને તેમને બીજા 162 મકાનોનું ભૂમિ પૂજન કર્યું હતું અને તેમને જણાવ્યું હતું કે આ વિસ્તારના બાળકો હવે ભિક્ષાવૃત્તિ કરતા નથી તે જાણીને ખૂબ આનંદ થયો અને તેઓ અત્યારે ગુજરાતમાં અને દેશમાં નામના વધારી રહ્યા છે. ગુજરાતના ગૃહ મંત્રીએ અંબાજી ખાતે મોટુ નિવેદન આપ્યું હતું કે વ્યાજખોરો સામે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને છેલ્લા બે અઠવાડિયામાં અસંખ્ય પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે વ્યાજખોરો સામે ,ગૃહ મંત્રીએ ત્યારબાદ ગબ્બર ખાતે અને અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા.
વીઓ:- શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ગત વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુંભારિયા ખાતે 33 આવાસ મકાનો બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો અને ત્યારબાદ ભરથરી સમાજના ભિક્ષાવૃત્તિ કરતા લોકો પાકા મકાનોમાં રહેવા આવ્યા છે અને હજુ પણ આ જગ્યા પર બીજા અન્ય મકાનો બનાવવા માટે આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ 162 મકાનો નું ભૂમિ પૂજન અંબાજીના કુંભારિયા ખાતે આવીને કર્યું હતું. હર્ષભાઈ સંઘવીનું ભિક્ષાવૃત્તિ કરતા બાળકો દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ભિક્ષાવૃત્તિ કરતા બાળકો નું જે બેન્ડ છે તે બેન્ડ દ્વારા પણ તેમને આવકારવામાં આવ્યા હતા ભિક્ષાવૃત્તિ કરતા બાળકોએ ભીક્ષાવૃતિ છોડીને ભણવા અને સારા કાર્યો જોઈને હર્ષભાઈ સંઘવીએ આનંદ અનુભવ્યો હતો હર્ષભાઈ સંઘવી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આજે આ સંસ્થા છે તે સારી કામગીરી કરી રહી છે તેના કારણે ભીખ નહી પણ ભણીએ તે સ્લોગન અત્યારે સાકાર થતું જોવા મળી રહ્યું છે તેમને બાળકોના કામોની પણ કદર કરી હતી તેમની હાજરીમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોએ સુંદર નાચગાન કર્યાં હતા અને ભજનો ગયા હતા ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનનાં કામોની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ બાળકો ગુજરાતમાં દેશમાં મોટું નામ રોશન કરશે.મીડિયા સાથેની વાતચીતમાં હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી દાંતા બનાસકાંઠા વિસ્તારમાં સારી કામગીરી કરી રહી છે ત્યારે આ સંસ્થા આ બાળકોના અંદરની શક્તિને બહાર લાવવાનું કામ કરી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રીએ બાળકોની કલાશક્તિ,સંગીતશક્તિ અને વિવિધ પ્રદર્શન જોઈને ખુશ થયા હતા અને તેમને જણાવ્યું હતું કે આ બાળકોએ ગુજરાતમાં અને દેશમાં નામ રોશન કર્યું છે આ બાળકોએ ગુજરાતમાં તાજેતરમાં ઈડર ખાતે પર્વતરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં તેઓ વિજેતા થતા તેમનું પણ ગૃહમંત્રીની હાજરીમાં પત્રકો અપાયા હતા. સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે જે કાર્યક્રમ યોજાયા હતા તેમાં ભરથરી સમાજના લોકોએ જે બેન્ડ સાથે પ્રદર્શન કર્યું હતું અને તે લાખો લોકોએ બેન્ડ જોઈને ખુશ થયા હતા ત્યારે આ બાળકોને પણ ગૃહમંત્રીની હાજરીમાં આજે પત્રકો અને ઇનામ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતના ગૃહમંત્રી ગબ્બર ખાતે સ્થળ ઉપર જઈને લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ વિઝીટ કરી હતી અને ત્યારબાદ અંબાજી મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને અંબાજી મંદિરમાં માતાજીના ગર્ભગૃહ માં જઈને વિશેષ પૂજા કરી હતી.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને વિશેષ પૂજા કરાવી હતી અંબાજી મંદિરમાં તેમને કપૂર આરતી કરી હતી અંબાજી મંદિરના ચેરમેન દ્વારા તેમને માતાજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી. અંબાજી મંદિરની ગાદીમાં જઈને તેમને આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું અને ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે ગયા હતા.આ કાર્યક્ર્મ મા ઉષાબેન અગ્રવાલ, આનંદ પટેલ, અક્ષયરાજ મકવાણા સહીત અધિકારીઓ ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહીત નેતાઓ જોડાયાં હતા.
*રિપોર્ટ જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com