અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત.માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત.
માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.
દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવતા ખેડૂતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ  તાલુકાના ભગવતીપુરા કંપાના ખેડૂત નીતિનભાઈએ દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગ અને નવતર પ્રયોગ કરીને સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા નીતિન ભાઈએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળા તરબૂચનું વાવેતર કર્યું.નીતિનભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે.
અરવલ્લી જિલ્લામાં નવતર પ્રયોગથી કરવામાં આવેલી તરબૂચની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો