અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા.અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે.

અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા.
અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે.
ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતીક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરે નું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં ૫ થી ૮ ગણું વધું ઉત્પાદન મળે છે.
ગ્રીનહોઉસમાં ખીરા કાકડીનું વાવેતર :
ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઇ પટેલે. જેઓએ 5 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રીનહાઉસ બનાવીને  મબલખ  ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ ૨૦ એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું હતું . ગ્રીનહાઉસમાં તેઓ વર્ષેમાં એક સીઝનમાં ૧ એકરે ૨૫ ટન ખીરા કાકડીનો પાક મેળવે છે.
હળદરની ખેતી :
હરેશભાઇ પટેલ અને તેમના ભાઈઓ રસોઈની રાણી એવી સેલમ હળદરની ખેતી પણ કરે છે.
કુદરતી એન્ટિબાયોટિક ગુણ ધરાવતી હળદરનો ઉપયોગ ભોજનમાં અચૂક થાય છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી દીધા છે. ખેડૂતના ચોપડે હળદર એક મહત્ત્વપૂર્ણ મસાલા પાક છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બનીને વધુ આવક મેળવી  શકે ઉપરાંત ગામમાં રોજગારી પણ આપી શકે છે.રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડે છે.ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળતા લાભ મેળવીને ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો