બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે.
દાંતા જસવંતપુરા બદતર હાલતમાં ભણતા સરકારી ગુજરાતની શાળાનાં બાળકો
બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે.દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષ થી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ.બેટી બચાઓ બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ..... કેવી રીતે,...? ગૂજરાત સરકાર પણ આદિવાસી વિસ્તાર તરફ ઓરમાયું વર્તન રાખતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનને લઈને જે જાહેરાતો કરવામાં આવે છે તે જાહેરાતો ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાસ્તવિકતા શાળામાં અલગ પ્રકારની જોવા મળી રહી છે.દાંતા તાલુકામાં છેલ્લાં 1 મહિનામાં વગદા ક્યારી, જોધસર, ધામણવા અને જશવંતપુરા (મંડાલી) ની શાળાઓ વિવાદમાં આવી છે જેમા 1 થી 5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો 67 બાળકોને અભ્યાસ કરાવે છે. શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી એટલે બાળકોને આ રીતે ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે.
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો કરી શિક્ષણ નું સ્તર વધારવા અને સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે જયારે દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ હોય કે કોઈ અન્ય બાબત હોય ફકત અને ફકત કાગળોમાંજ કામ કાજ તમામ થતું હોય એ ચોક્કસ છે... શિક્ષણ જગતને શર્મિંદા કરતો અને નાના ભૂલકાઓ સાથે મજાક સમાન કિસ્સો સામે આવ્યો છે દાંતાના જસવંતપુરા (મંડાલી) ગામે શાળાના ઓરડા છેલ્લા 4 વર્ષ કરતા પણ વધુ સમયથી નથી, બાળકો ગામના મંદિર માં તેમજ બાજુના ઘરો માં બેસીને અભ્યાસ કરવા મજબુર છે. ગરીબ અને લાચાર બાળકોને આવી રીતે કેવું શિક્ષણ મળશે કે જ્યાં બેસવા માટે તો મંદિર અને આજુ બાજુના ઘરોના લોકોએ આસરો આપ્યો પણ ફકત બેસવા પૂરતું સીમિત છે.ઠંડી નો સમય હોય કે વરસાદ હોય આવી રીતે આ બાળકો ક્યાં સુધી અભ્યાસ કરશે... શિક્ષણ વિભાગમાં આ સ્કૂલ ની કોઈને ખબર નઈ હોય કે કેમ?? કે પછી ઉચ્ચ સ્તરે રજૂઆત ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી નઈ થતી હોય?જો દાંતા તાલુકાનું શિક્ષણ બાબતે આવુજ વલણ રહ્યું તો આવનાર સમયમાં પણ તાલુકાનું પછાતપણું કાયમ રહેશે એ નક્કી છે. આ બાબતે કલેક્ટર સાહેબ શ્રી, ડી ડી ઓ સાહેબ શ્રી, ડી પી ઓ સાહેબ શ્રી અને ટી પી ઓ સાહેબ શ્રી જેમ બને તેમ જલ્દી થી યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે.
રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com