દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર...દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યોદાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ...

દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર...
દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યો
દાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી,યાત્રાધામ અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે...
       ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે.દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છ.દાંતા મોહોબ્તગઢ  ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે.
 જાણવા મળ્યા મુજબ દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે.દાંતા વિસ્તારમાં ઓડવાસ,મોહોબ્તગઢ,ભેમાળ વિસ્તારમાં- વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે.આ દુષણથી સ્થા નિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે.પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે.દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ્રબળ માંગ ઉઠવા પામી છે.આવી પ્રવૃતી આચરનારાને કાયદોનો લેશમાત્ર ડર ન હોય તેમ બધુ ચાલી રહ્યુ હોવાથી તેમજ આવા ગોરખ ધંધા પાછળ મોટા માથાનો દોરી સંચાર હોવાનુ કે સેટીંગ પધ્ધતિને લઈ આવા ધંધા ફાલ્યા ફુલ્યા હોવાનુ ચર્ચામાં આવ્યુ છે.
 અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે ગેરકાયદે ધંધા ફાલ્યા ફુલ્યા બનતા ગૂહમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે સરકારના ગૃહમંત્રીને ખાતામાંથી કાર્યવાહી થવી જોઈએ. કમશે કમ દાંતાને પણ દારૂ જેવા દુષણથી બચાવવા સ્થાનિક નેતાઓ એ પ્રયાસ કરવા જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠવા પામી રહી છે..

રિપોર્ટ...જયોતિ ઠાકોર
અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો