પોસ્ટ્સ

જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .

છબી
જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .  સ્વાતંત્ર ભારતનાં ૭રમાં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીનો સમારોહ જામ કંડોરણા ખાતેની તાલુકા શાળાનાં મેદાનમાં રાખવામાં આવેલ હતો . મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ જામ કંડોરણાની તાલુકા શાળા, કન્યા શાળા તેમજ અન્ય તમામ સરકારી શાળાનાં તમામ કર્મચારીગણ દ્વારા આજના આ ૨૬ મી જાન્યુઆરીનાં ૭રમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં જામ કંડોરણાનાં પોલીસ સબ ઈન્સપેકટરશ્રી જે.યુ.ગોહિલસાહેબની આગેવાની હેઠળ તેમનાં પોલીસ ડિપાર્ટમેન્ટનાં જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે સુંદર પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાવી હતી . રાષ્ટ્ર ધ્વજ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજ વંદન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હ

મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા. 26/01/2021

છબી
મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા આ પર્વ ની ઉજવણી મહુવા ના પ્રાંત અધિકારી શ્રી ડો.પંકજ વલવાઈ ના અધ્ય્ષસ્થાને યોજવામા આવેલ અને તેમનાજ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ  ત્યારબાદ  પ્રસંગ ને અનુરૂપ પોતાના વક્તવ્ય મા ભારત ની અનુપમ સિદ્ધિ વિશે ની વાત કરી ઉપસ્થિત નગરજનો ને માહિતગાર કરેલ સાથો સાથ કોરોના મા ભારત ની કામગીરી અને ભારત દ્વારા રસી ની શોધ ની દુનિયા મા જે પ્રશંસા મળી છે તે ભારત માટે ગૌરવ ની વાત છે તેમ કહી દેશ ના વિકાસ મા આપને સૌ સાથે રહી સહભાગી થઇએ દેશ ના વિકાસ મા આપને સૌ નિમિત્ત બનીએ અને દેશ ને આગળ લઈ જઈએ તેવી વાત કરવામા આવેલ હતી  આ પ્રસંગે મહુવા ના ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કળસરિયા. નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા જ્યપ્રકશભાઈ રાઠોડ તેમજ શહેર ભાજપ મહામંત્રી ભરત ભાઇ

બગડુ ગામે પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઇપ્કોવાલા હાઇસ્કૂલ બગડુ, પ્રાથમિક શાળા બગડુ ના આચાર્ય તથા શિક્ષકગણ બગડુ ગામ ડેપ્યુટી સરપંચ જીવાભાઇ,માજી સરપંચ બળવંતસિંહ સોઢા, ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક વિષ્ણુસિંહ સોઢા,ગામના અગ્રણી ભાઇઓ હાજર રહ્યા. prime Hindustan News.26/01/2021.

છબી
બગડુ ગામે પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઇપ્કોવાલા હાઇસ્કૂલ બગડુ, પ્રાથમિક શાળા બગડુ ના આચાર્ય તથા શિક્ષકગણ બગડુ ગામ  ડેપ્યુટી સરપંચ જીવાભાઇ,માજી સરપંચ બળવંતસિંહ સોઢા, ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક વિષ્ણુસિંહ સોઢા,ગામના અગ્રણી ભાઇઓ હાજર રહ્યા તથા શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ લાવવા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિમા જે જે બાળકો ના વાલી સમિતિ સાથે જોડાયેલા હશે તે તમામ બાળકોને ભણે ત્યાં સુધી સમિતિ દ્વારા મફત ચોપડા નોટબુક આપવાનું જાહેર કરવામાં આવ્યું

સુઈગામ,બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું..**ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી..

છબી
અહેવાલ-:રમેશભાઈ  રાજપુત  સુઈગામ બનાસકાંઠા. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: *સુઈગામ,*  *બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું. *ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી....* આરોગ્ય અધિકારીઓ અને બીએસએફના ઉચ્ચઅધિકારીઓ દ્વારા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવા અને યુવાનોના વિકાસ માટે બીએસએફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે બીએસએફ દ્વારા દર વર્ષે યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે..જેમાં આજરોજ ના પોગ્રામ અંતર્ગત બોર્ડર વિસ્તાર ના ગામડાઓના યુવાનોના વિકાસ માટે સુઈગામ બોર્ડર સિવિલ એકસન અંતર્ગત મેડિકલ કેમ્પ અને કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને ફ્રિજ, એસી,કુલર,ગાદલા વગેરે અને રમત ગમત ની કીટ વગેરે બી એસ એફ 63 બટાલિયન દ્વારા સુઈગામ આરોગ્ય હોસ્પિટલ માં ચાર લાખ થી વધુની વસ્તુઓ આપવામાં આવી હતી.           આ કાર્યક્રમમાં સૂઇગામ મામલતદાર

થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશન ની રચના કરવામાં આવી.

છબી
થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન  એસોસિએશન ની રચના કરવામાં આવી. બનાસકાંઠા ના થરાદ ખાતે.એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા  ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી  તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી       ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ  આપતાં  કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું

Prime Hindustan Newsતા.24,/1/2021સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

છબી
Prime Hindustan News તા.24,/1/2021 સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે  કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો  પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા     શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ   *એલ.સી.બી. સ્ટાફના *હેડ.કોન્સ.વદુજી પો.કો.જયપાલસિહ ધર્મેન્દ્રસિંહ ,કિસ્મતજી ,રમેસભાઇ* નાઓ  શિહોરી  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ખીમાણા  તળાવ  પાસે કેટલાક ઇસમ ભેગાથઈ ગંજી પાના વડે પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા 3 ઈસમોને પકડી પાડેલ * *(1)નારસંગજી મફાજી ઠાકોર રે .ખીમાણા ( 2)દાનુભા ઊર્ફે ટીનુભા હવુભા ડાભી સિહોરી તા કાકરેજ (3)વિનોદભાઇ સોમાભાઈ  વાલ્મીકી રહેખીમાણા. તાકાંકરેજ** વાળા પૈસા  વડે હર જીત નો જુગાર રમતા પકડાઈ ગયેલ તથા સાથેના

Prime hindustan news તા.23/1/2021*સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

છબી
Prime hindustan news                                               તા.23/1/2021* સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક  બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા         💫 *શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબંધી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા           💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ   *એલ.સી.બી. સ્ટાફના*  **હેડ.કોન્સ.વદુજી ,પો.કો જયપાલસિહ ,ધરમેન્દ્રસિહ ,રમેસભાઇ, કીસ્મતજી **  નાઓ  સિહોરી પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સંબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઊમરી ગામ પાસે આવતા એક ઈસમ પાસેથી મોટર સાયકલ  સંકસ્યદ હાલતમાં ચલાવી   આવતા જેને રોકી  નામ ઠામ પુછતા *ટીનાજી *સવાજી સોલંકી રે.કબોઈતા કાકરેજ હાલ રે રાજકોટ*વાળો* હોવાનુ જણાવેલ જેની પાસેથી *હોન્ડા cb હોર્નેટ160  સીસી નુ મોટર સાયકલ  નંબર G.J.03 km 4622* નુ ચલાવી આવતો હોઈ બાઇકના  સાધનીક કાગળો ના હોવા નુ અને

Prime hindustan news. 22/01/2121અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલઅમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021

છબી
Prime hindustan news. 22/01/2121 અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021 અમદાવાદ: રાજ્ય સરકારે માથા ભારે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કડક કાયદાની રાજ્યમાં અસર પણ દેખાઇ રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં પોતાને જુહાપુરાનો ડોન ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ થયો છે. અમીન મારવાડી હવામાં ફાયરિંગ કરી લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પર હુમલાના એક દિવસ પહેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીપાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયોબનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭ એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા(માહિતી બ્યુરો પાલનપુર)

છબી
રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ  ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે ---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી પાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના  અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭  એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા (માહિતી બ્યુરો પાલનપુર)         રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે તેમ પાલનપુર મુકામે એન. એફ. એસ. એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી રાજયના ૧૦૧ તાલુકાઓના કાર્યક્રમમાં ઈ-માધ્યમથી ઓનલાઈન જોડાયા હતાં.         આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબોને બે ટંકનું ખાવાનું મળી રહે તે માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વન નેશન, વન રેશનકાર્ડ યોજનાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ દેશના ૩૦ રાજ્યોની વિતરણ વ્ય

થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા(માહિતી બ્યુરો, પાલનપુર) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.

છબી
થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા (માહિતી બ્યુરો, પાલનપુર)          રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ  ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.           આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રોટી કપડાં અને મકાન માનવીની મહામૂલી જરૂરીયાત છે ત્યારે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ વર્ગની ચિંતા કરી આ બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ યોજનાઓ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ગરીબ, વંચિત, પીડીત અને મધ્યમ વર્ગની વેદનાઓ સમજી તેમના હિતમાં નિર્ણયો લઇ રહ્યાં છે. જેનાથી ગરીબોના જીવનમાં ઉજાસ પથરાય. તેમણે જણાવ્યું કે, ગુજર

ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે. 20/01/2021

છબી
ACBની કાર્યવાહી / ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ Prime hindustan news 20/01/2021 મામલતદારની સાથે વચ્ચે અન્ય એક વ્યક્તિ પણ સકંજામાં, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે. વિગત મુજબ, ધોળકા મામતલદાર ડામોર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACBને આ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે ACBએ રેડ પાડી હતી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા. ACBએમોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એસીબીએ કરેલી ટ્રેપમાં 20 લાખ રૂપિયા મામલતદારની ઓફિસમાંથી મળ્યા છે..જ્યારે પાંચ લાખ વચેટીયા પાસેથી કબ્જે કરવામાં આવ્યા છે. આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની સી

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર

છબી
દેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગ. 17/01/2021   ગોડાઉનમાં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત લાખો રૂપિયાનું નુકસાનનો દેડીયાપાડા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ના અભાવે હોનારતો કાબૂ મા આવતી નથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એપીએમસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન માં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવાઈ રહ્યું છે. શોર્ટસર્કિટથી લાગેલી આગ ઉપર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી અનુસાર દે lડીયાપાડા ખાતેની એપીએમસીના ગોડાઉનમાં સવારે લગભગ દસેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જે જોતજોતામાં ભયંકર સ્વરૂપમાં ફેરવતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી.શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ગોડાઉનમાં ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ લાખો રૂપિયાનો જથ્થો આગને હવાલે થવાનું જાણવા મળ્યું છે.આગ લાગતાં જેસીબી મશીનથી ગોડાઉનની દીવાલને તોડી પંચાયતના બમ્બા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી

છબી
આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી .આ બેઠક માં યાર્ડ ના ચેરમેન ચેતનભાઈ વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા, દિનેશ દાદા,નાજભાઈ બાંભણિયા ,જાદવ ભાઈ સોલંકી, દેવજીભાઈ પડશાલા, રાજાભાઈ જેઠવા,મયલુભાઈ સરપંચ, કિશોરભાઈ વરૂ, મયલુભાઈ વરૂ, મહાસુખ દાદા , ભરતભાઈ સોની, તુષારભાઈ , મનુ ભાઈ ભાલાલા, રણછોડભાઈ મકવાણા , કુલદીપ વરૂ, નાથાભાઈ શેખડા, દિનેશ શેખડા,ગભરૂભાઈ વરૂ, કિશોરભાઈ દુધાલા, સોમભાઈ દુધાલા, મનુભાઈ પિછડીસહીત જિલ્લા પંચાયત ની આ બેઠક નીચે આવતા તમામ નામના સરપંચ શ્રિ ઓ, તાલુકા પંચાયત જાફરાબાદના જીતેલા હારેલા સદસ્યો પૂર્વ સરપંચો સંગઠનના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !!16 जनवरी 2021,बिहार में अपराधियों के हौसले बुलंद !नए साल का कैलेंडर बांटने निकला था मृतक !पातेपुर में सड़क किनारे बरामद की लाश !बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं.16/01/2021

છબી
बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !! 16 जनवरी 2021, बिहार में अपराधियों के हौसले बुलंद ! नए साल का कैलेंडर बांटने निकला था मृतक ! पातेपुर में सड़क किनारे बरामद की लाश ! बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं. ताजा मामला बिहार के वैशाली जिले का है, जहां अपराधियों ने वकील की गोली मारकर हत्या कर दी. मिली जानकारी अनुसार मृतक वकील शुक्रवार को नए साल का डायरी और कैलेंडर बांटने अपने क्षेत्र में निकला था. लेकिन देर रात तक वो वापस नहीं लौटा| सीट बेल्ट से लटकी मिली लाश ! इधर, शनिवार की सुबह जिले के पातेपुर में सड़क किनारे उसकी लाश बरामद की गई. बता दें कि सुबह-सुबह मॉर्निंग वॉक के लिए निकले लोगों ने कार में सीट बेल्ट से लटकी लाश देखी, जिसके बाद उन्होंने पुलिस को सूचना दी. घटना की सूचना पाकर स्थानीय थाना पुलिस और एसपी मौके पर पहुंचे और मामले की जांच में जुट गए. पुलिस की मानें तो मृतक वकील काफी करीब से गोली मारी गयी है| वहीं, घटना की सूचना पाकर मौके पर पहुंचे पातेपुर के भाजपा विधायक लखविंदर पा

ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો

છબી
ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો    કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્શિનની રાહ જોઇ રહ્યા હતાં જેનો આતુરતા અંત આવતા.બનાસકાંઠાજીલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલે ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેકટર આનંદ પટેલ ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ ફેન્સી ડીસા મામલતદાર પારધી ,ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી સહિત ના અધિકારીઓ .પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને રસીકરણ કરાવામાં આવ્યુ હતું આ બાબતે અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સીરમ ઇન્સ્ટીટ્યુટ પૂના થી કોવિડ વેક્શિન કોવિશિલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ૧૬ હજાર જેટલાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડોકટરોને રસીકરણ કરી આપવામાં આવનાર છે રિપોર્ટ વજેરામ ભીલડી