રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીપાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયોબનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭ એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા(માહિતી બ્યુરો પાલનપુર)
રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ
૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે
---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી
પાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના
અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭
એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે તેમ પાલનપુર મુકામે એન. એફ. એસ. એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી રાજયના ૧૦૧ તાલુકાઓના કાર્યક્રમમાં ઈ-માધ્યમથી ઓનલાઈન જોડાયા હતાં.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબોને બે ટંકનું ખાવાનું મળી રહે તે માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વન નેશન, વન રેશનકાર્ડ યોજનાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ દેશના ૩૦ રાજ્યોની વિતરણ વ્યવસ્થાને ઓનલાઇન જોડવાથી હવે કોઇપણ રાજયની સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મેળવી શકાય છે. તેમણે કહ્યું કે, કોરોના આવ્યા પછી જે સ્થિતિ સર્જાઇ તેનો મક્કમ મુકાબલો કરી આ સરકારે લોકોની સેવા કરી છે.
પૂર્વ મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો હતો ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલ અને નિર્ણયોને લોકોએ સ્વીકારી દેશવાસીઓએ જે જાગૃતતા બતાવી છે. વૈજ્ઞાનિકોએ ખુબ જ ટુંકાગાળામાં રસીની શોધ કરી જેનાથી આપણે કોરોનાને ટક્કર આપી શક્યા છીએ. પ્રથમ તબક્કમાં ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાક્ટર, નર્સ, કંપાઉન્ડર, સફાઇકર્મીઓને રસી આપવામાં આવી છે. બીજા તબક્કામાં દેશના ૩૦ કરોડ જેટલાં લોકોને કોરોનાની રસી આપવાની છે. તેમણે કહ્યું કે, શીતળા અને પોલીયોની દેશમાંથી નાબૂદી થઇ તેમ કોરોના નાબૂદ કરવા આપણે હજી પણ તકેદારી રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સરકારે કોરોના કાળમાં કરેલ કામગીરીની ડબલ્યુ.એચ.ઓ. એ પણ પ્રશંસા કરી છે ત્યારે આપણે નસીબદાર છીએ કે, આપણને શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા તપસ્વી પુરૂષ પ્રધાનમંત્રી તરીકે મળ્યાં છે. પૂર્વ મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાનો પ્રારંભ કરાવી રાજ્યમાંથી અંધારું દૂર કર્યુ હતું. તેવી જ રીતે હાલના આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી ખેડુતોને દિવસે વીજળી મળે તેવી વ્યવસ્થા કરી છે. જેનાથી ખેડુતોને હવે રાતના ઉજાગરા નહીં કરવા પડે. તેમણે કહ્યું કે, સરકારી પડતર જમીનનો ઉપયોગ કરી ખેડુતો બાગાયતી અને ઔષધિય પાકોનું વાવેતર કરે તે માટે મુખ્યમંત્રી બાગાયત મિશન યોજનાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેનાથી લાખો હેક્ટર બિનઉપજાઉ જમીન બાગાયતી જમીનમાં ફેરવાશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી ફતાભાઇ ધારીયા, અગ્રણીઓ સર્વશ્રી માધુભાઇ રાણા, શ્રી મોતીભાઇ પાળજા, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી અમીષપુરી ગૌસ્વામી, શ્રી નિલેશભાઇ મોદી, શ્રી અમૃતભાઇ દેસાઇ, પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, પુરવઠા અધિકારીશ્રી એસ.જે.ચાવડા સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com