નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર

દેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગ.
17/01/2021
  ગોડાઉનમાં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત

લાખો રૂપિયાનું નુકસાનનો

દેડીયાપાડા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ના અભાવે હોનારતો કાબૂ મા આવતી નથી
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એપીએમસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન માં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવાઈ રહ્યું છે. શોર્ટસર્કિટથી લાગેલી આગ ઉપર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી અનુસાર દે lડીયાપાડા ખાતેની એપીએમસીના ગોડાઉનમાં સવારે લગભગ દસેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જે જોતજોતામાં ભયંકર સ્વરૂપમાં ફેરવતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી.શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ગોડાઉનમાં ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ લાખો રૂપિયાનો જથ્થો આગને હવાલે થવાનું જાણવા મળ્યું છે.આગ લાગતાં જેસીબી મશીનથી ગોડાઉનની દીવાલને તોડી પંચાયતના બમ્બા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.સમગ્ર વિસ્તારમાં આસમાન મા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. ત્યારબાદ રાજપીપળા થી ફાયર બ્રિગેડનો બંબો આગ ઓલવવા દેડિયાપાડા ખાતે પહોંચ્યો હતો. ત્યાં સુધી તો ગોડાઉન નો સામાન આગને હવાલે થયો હતો !!
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર આ વિસ્તારમાં ફાયર બ્રિગેડના બનવાની પણ માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે. છતાં પણ વર્ષોથી આ માંગણી ટલ્લે ચઢાવી દેવામાં આવે છે.આવું કેમ નર્મદા જિલ્લાની કેન્દ્ર સરકારે એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરેલ છે તો શું લોકોના જાન-માલનું રક્ષણ કરવું તે કોઈ જોગવાઈ એસપીરેશનલ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે કે નહીં ? આ મામલે નર્મદા જિલ્લા કલેકટર તાત્કાલિક ધોરણે દેડીયાપાડા ખાતે આગ બુઝાવવા માટે બમ્બાની વ્યવસ્થા ગોઠવે એ આજના સમયની તાતી જરૂરિયાત છે.

રિપોર્ટ: Prime Hindustan News

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો