જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .
જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .
સ્વાતંત્ર ભારતનાં ૭રમાં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીનો સમારોહ જામ કંડોરણા ખાતેની તાલુકા શાળાનાં મેદાનમાં રાખવામાં આવેલ હતો . મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ જામ કંડોરણાની તાલુકા શાળા, કન્યા શાળા તેમજ અન્ય તમામ સરકારી શાળાનાં તમામ કર્મચારીગણ દ્વારા આજના આ ૨૬ મી જાન્યુઆરીનાં ૭રમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં જામ કંડોરણાનાં પોલીસ સબ ઈન્સપેકટરશ્રી જે.યુ.ગોહિલસાહેબની આગેવાની હેઠળ તેમનાં પોલીસ ડિપાર્ટમેન્ટનાં જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે સુંદર પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાવી હતી. રાષ્ટ્ર ધ્વજ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજ વંદન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમારોહ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબએ પ્રાસંગીક પ્રવચનમાં સૌ ગ્રામજનોને તેમજ દેશવાસીઓને પ્રજાસતાક દિનની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. આ રાષ્ટ્રિય પર્વની ઉજવણીનાં કાર્યક્રમમાં મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબ , તાલુકા વિકાસ અધિકારીશ્રી બગથરીયા સાહેબ, પી.એસ.આઈ.શ્રી જે.યુ.ગોહિલસાહેબ, સરપંચશ્રી ગૌતમભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચંદુભા ચૌહાણ, નાયબ મામલતદારશ્રી લુણાગરીયાસાહેબ, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રી મનોજભાઈ બાલધા, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયતનાં સભ્યશ્રીઓ, વેપારી અગ્રણીયો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જૈન અગ્રણીયશ્રી ઈન્દુભાઈ મહેતા તથા ગ્રામજનો અને વિધાર્થીઓ વિગેરે મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ સમગ્ર સમારોહનું સુંદર સંચાલન તાલુકા શાળાનાં આચાર્ય બહેનશ્રી હર્ષીદાબેન વિરડીયા અને ઈન્દીરા પ્રાથમીક શાળાનાં નિવૃત આચાર્યશ્રી જે.પી.પરમાર સાહેબે કરેલ હતુ
અહેવાલ નરેન પ્રિયદર્શી જામ કંડોરણા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com