ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે. 20/01/2021
ACBની કાર્યવાહી / ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ Prime hindustan news 20/01/2021
ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે.
વિગત મુજબ, ધોળકા મામતલદાર ડામોર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACBને આ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે ACBએ રેડ પાડી હતી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા. ACBએમોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એસીબીએ કરેલી ટ્રેપમાં 20 લાખ રૂપિયા મામલતદારની ઓફિસમાંથી મળ્યા છે..જ્યારે પાંચ લાખ વચેટીયા પાસેથી કબ્જે કરવામાં આવ્યા છે.
આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડુતમાંથી બિનખેડુત કરેલ જે ફરી ખેડુત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપેલ. જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડુત કરેલ જે ફરી ખેડુત તરીકે કાયમ કરવા રૂ.25,00,000/-ની માંગણી કરેલ આ રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર તથા અન્ય એક વચેટીયા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર બન્ને એકબીજાના મેળાપીપણામાં લાંચના નાણા સ્વિકારી પકડાઈ જઈ ગુનો કર્યા હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com