થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા(માહિતી બ્યુરો, પાલનપુર) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.

થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા
(માહિતી બ્યુરો, પાલનપુર) 
        રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ  ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં. 
         આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રોટી કપડાં અને મકાન માનવીની મહામૂલી જરૂરીયાત છે ત્યારે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ વર્ગની ચિંતા કરી આ બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ યોજનાઓ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ગરીબ, વંચિત, પીડીત અને મધ્યમ વર્ગની વેદનાઓ સમજી તેમના હિતમાં નિર્ણયો લઇ રહ્યાં છે. જેનાથી ગરીબોના જીવનમાં ઉજાસ પથરાય. તેમણે જણાવ્યું કે, ગુજરાત કોરોનાના કપરા કાળ અને લોકડાઉન જેવી વિષમ પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે નાના અને મઘ્યમ વર્ગની ચિંતા કરી અને એપ્રિલ-૨૦૨૦ થી લઈને નવેમ્બર-૨૦૨૦ સુધી મફત અનાજ વિતરણ કર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વન નેશન, વન રેશન' નું સ્વપ્નું આ સરકારે સાકાર કર્યુ છે.
        આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહણ, ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી માવજીભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી લવજીભાઈ વાણિયા, અગ્રણીઓ સર્વશ્રી જેહાભાઈ હડિયલ, ભેમજીભાઈ, હરચંદભાઈ, રૂપસિંહભાઈ પટેલ, ઓખાભાઈ પટેલ સહિત મહાનુભવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો