મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા. 26/01/2021
મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા
આ પર્વ ની ઉજવણી મહુવા ના પ્રાંત અધિકારી શ્રી ડો.પંકજ વલવાઈ ના અધ્ય્ષસ્થાને યોજવામા આવેલ અને તેમનાજ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યારબાદ પ્રસંગ ને અનુરૂપ પોતાના વક્તવ્ય મા ભારત ની અનુપમ સિદ્ધિ વિશે ની વાત કરી ઉપસ્થિત નગરજનો ને માહિતગાર કરેલ સાથો સાથ કોરોના મા ભારત ની કામગીરી અને ભારત દ્વારા રસી ની શોધ ની દુનિયા મા જે પ્રશંસા મળી છે તે ભારત માટે ગૌરવ ની વાત છે તેમ કહી દેશ ના
વિકાસ મા આપને સૌ સાથે રહી સહભાગી થઇએ દેશ ના વિકાસ મા આપને સૌ નિમિત્ત બનીએ અને દેશ ને આગળ લઈ જઈએ તેવી વાત કરવામા આવેલ હતી
આ પ્રસંગે મહુવા ના ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કળસરિયા. નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા જ્યપ્રકશભાઈ રાઠોડ
તેમજ શહેર ભાજપ મહામંત્રી ભરત ભાઇ બાભનિયા તેમજ વિવિધ ક્ષેત્ર ના આગેવાન અને અલગ અલગ વિભાગ ના અધિકારી તેમજ કર્મચારી ની હાજરી વચ્ચે મહુવા મા ચાલુ વર્ષ મા વિવિધ સરકારી વિભાગ મા કર્મચારી દ્વારા થયેલ ઉત્તમ કામગીરી બદલ કર્મચારી ભાઈઓ બહેનો નું સન્માન કરી તેમને કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામા આવેલ
આ સમગ્ર કાર્યક્રમ મા મહુવા ના નગરજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રભક્તિ થી રંગાઈ ને કાર્યક્રમ મા સહભાગી થઈ કોરોના માર્ગદર્શિકા નું પૂરેપૂરું પાલન કરેલ હતું
રિપોર્ટિંગ: રૂપેશ ધોળકિયા મહુવા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com