ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો

ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો
   કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્શિનની રાહ જોઇ રહ્યા હતાં જેનો આતુરતા અંત આવતા.બનાસકાંઠાજીલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલે ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેકટર આનંદ પટેલ ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ ફેન્સી ડીસા મામલતદાર પારધી ,ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી સહિત ના અધિકારીઓ .પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને રસીકરણ કરાવામાં આવ્યુ હતું આ બાબતે અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સીરમ ઇન્સ્ટીટ્યુટ પૂના થી કોવિડ વેક્શિન કોવિશિલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ૧૬ હજાર જેટલાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડોકટરોને રસીકરણ કરી આપવામાં આવનાર છે
રિપોર્ટ વજેરામ ભીલડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.