પોસ્ટ્સ

અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.

છબી
અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.         મિડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી ઉપયોગી વિવિધ આંકડાકીય વિગતોનું શ્રી અજયસિંઘ તોમરએ નિરીક્ષણ કયુઁ હતું.  અરવલ્લી જિલ્લા ચૂંટણી અંતર્ગત ભિલોડા બેઠકના જનરલ ઓબઝર્વર શ્રી અજયસિંઘ તોમરે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટરની મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસાર

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક.*કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

છબી
અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક. *કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે  જરૂરી માર્ગદર્શન  આપ્યું. *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ  જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકશ્રીઓને માહિતગાર કર્યા. અરવલ્લી જિલ્લામા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મિના, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકા

દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો

છબી
દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો  ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે પરંતુ આ શક્તિપીઠમાં પ્રાથમિક સમસ્યાઓ ઠેરની ઠેર છે ત્યારે અંબાજી દાંતા વિધાનસભામાં આવતું હોઈ દાંતા વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી નો ત્રિપાંખીઓ જંગ જામશે તેઓ જાણવા મળ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધવારે બપોરે ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જોવા જ જોવા મળ્યા હતા. આ ઉપરથી લાગી રહ્યું છે કે દાંતા વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો જામશે.     દાંતા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારગી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ હાલના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા ત્યારે એક સાથે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં જોવા મળ્યા હતા. ભાજપ

અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે.ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં 'અવસર રથ'નું પ્રયાણ .

છબી
અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં 'અવસર રથ'નું પ્રયાણ . ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તા.૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ મોડેલ સ્કૂલ મેઘરજ ખાતેથી અવસર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શરૂઆતમાં મોડેલ સ્કૂલ મેઘરજ ની વિદ્યાર્થીનીઓ દ્વારા લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ રથ પંચાલ, ઇસરી, છીટાદરા, રખાપુર, રેલાવાડા ખાતે ભ્રમણ કરવામાં આવ્યું. ત્યારબાદ ભિલોડા તાલુકાના દહેગામડા, ભેટાલી, પાલ્લા, ટાકાટુકા ખાતે અવસર રથ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આ

અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે.ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં 'અવસર રથ'નું પ્રયાણ .

છબી
અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં 'અવસર રથ'નું પ્રયાણ . ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તા.૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં ભામાશા ખાતે આજ રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા અવસર રથને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.ત્યારબાદ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટરને વધારે મતદાન કરવા અને કરાવવા જાગૃત કર્યા હતા.કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,હું વોટ કરીશ! અવસર રથ ફરી મતદાન જાગૃતિ માટે મહત્વનો ભાગ ભજવશે.લોકશાહી

અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર દ્વારા રક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર ખાતે દિવ્યાંગ સ્નેહમિલન તથા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

છબી
અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર દ્વારા રક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર ખાતે  દિવ્યાંગ સ્નેહમિલન તથા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો . જે કાર્યક્રમ મા મોટી સંખ્યામા દિવ્યાંગ ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેઓને આવનાર વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખી દિવ્યાંગો ને મળનાર વિવિધ સુવિધાઓ જેવી કે વહીલચેર સાથી સહાયક તથા બેલેટ થી મતદાન કરવાની પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવેલ તથા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ સમજ આપવામાં આવેલ હતી તથા ચૂંટણીમા સહભાગીતા વધે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ તથા  દિવ્યાંગ વ્યક્તિઓ ઈલેક્શનના દિવસે સૌ પ્રથમ મતદાન કરી લોકશાહી ના પર્વ ને ઉજવે તે અંગે અનુરોધ કરવામાં આવ્યો જે કાર્યક્રમ મા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર ના પ્રમુખ  જીગ્નેશભાઇ ભટ્ટ  દ્વારા જે દિવ્યાંગ ચાલી શકતા નથી તેમને ગ્રાઉન્ડ મોબિલિટી ડિવાઇસ વિતરણ કરવામાં આવેલ હતી તથા મામલતદાર શ્રી માલપુર પોપટભાઈ પટેલ  તથા સમાજ સુરક્ષા અધિકારી વી બી ચૌધરી તથા રક્ષેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટીશ્રી રાજુભાઈ ગૌર,નટુભાઈ પટેલ રાજ્ય પારિતોષિક શિક્ષક, દિનેશભાઇ ઉપાધ્યાય વન પં

રીક્ષા ભાડા મુદ્દે પોલીસ તંત્રની કામગીરી:અંબાજીથી ગબ્બર સુધીનું રીક્ષા ભાડું વ્યક્તિ દીઠ 10 રૂપિયા; રીક્ષાઓ પર સ્ટીકર ચિપકાવી ચાલકોને સુચના અપાઈ

છબી
રીક્ષા ભાડા મુદ્દે પોલીસ તંત્રની કામગીરી:અંબાજીથી ગબ્બર સુધીનું રીક્ષા ભાડું વ્યક્તિ દીઠ 10 રૂપિયા; રીક્ષાઓ પર સ્ટીકર ચિપકાવી ચાલકોને સુચના અપાઈ અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી આશીર્વાદ મેળવે છે. અંબાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઇ ભક્તો અંબાજી નજીક 3 કિલોમીટરના અંતરે આવેલા ગબ્બર ગોખ પર માતાજીના અખંડ જ્યોતમાં દર્શન કરવા આવતા હોય છે. માઈ ભક્તો અંબાજીથી ગબ્બર જવા માટે પ્રાઇવેટ વાહનો તો અમુક ટેક્સી અને રીક્ષાઓ કરી ગબ્બર આવતા હોય છે. અંબાજીથી ગબ્બર જતા યાત્રાળુઓ છેતરાય ન તે માટે અંબાજી પોલીસે એક મહત્વની પહેલ કરી છે. રીક્ષા ભાડાની લૂંટ પર પોલેસી બ્રેક લગાવી અંબાજીથી ગબ્બર સુધીનો માર્ગ 3 કિલોમીટર થતો હોય છે. જેના લીધે અમુક રીક્ષા ચાલકો અને પ્રાઇવેટ વાહનો દ્વારા અંબાજીથી ગબ્બર આવતા દર્શનાર્થીઓ પાસેથી વધુ પૈસા લેવાતાની ફરિયાદો ઉઠતા અંબાજી પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં અંબાજી પોલીસ દ્વારા તમામ રીક્ષા ચાલકોને સૂચન અપાયું છે, તો દરેક રીક્ષા ઉપર અંબાજીથી ગબ્બર સુધી એક વ્યક્તિનું રીક્ષા ભાડું રૂ.10 નું સ્ટીકર

અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો,

છબી
અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો,     શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શહેર ઉપર આવેલું છે.અંબાજી થી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે. કોટેશ્વર થી જાંબુડી તરફના માર્ગ પર ભૂરારામ કેવળાભાઈ આદિવાસીનુ આદીવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું અને તેઓ બીએસએફ માં જોડાયા હતા અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા.લગ્નજીવન બાદ તેમને એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી પાસે રહેતા હતા.હાલમાં તેમની નોકરી છત્તીસગઢ ખાતે હતી અને તેઓ ચાર દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડી ખાતે આવ્યા હતા. ઘરેથી બાઈક લઈને જતી વખતે બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુર ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરુવાર ખાતે મૃત્યુ થયું હતું   આજે શુક્રવારે બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અને અંતિમ સંસ્કાર તેમનાં માદરે વતનમાં કરવા

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક. જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે યોજાઈ. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લક્ષી વિવિધ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપી.તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું .ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે EVM/VVPAT મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી .બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ભાજપ ના દિયોદર વિધાનસભા ના ઉમેદવાર કેશાજી ઠાકોર માતાજી ના દર્શન*

છબી
*ભાજપ ના દિયોદર વિધાનસભા ના  ઉમેદવાર કેશાજી ઠાકોર માતાજી ના દર્શન* વિધાનસભા ચૂંટણીઓના પડખમ વાગી ચૂક્યા છે .વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ માં હલચલ જોવા મળી રહી છે .ત્યારે  વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે .આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઈ ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવામાં આવી છે .ત્યારે  ભાજપ મા દિયોદર વિધાનસભા તરીકે કેશાજી ચૌહાણ નું નામ જાહેર થયા બાદ આજે કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા. તો કેશાજી ચૌહાણ પોતાની ઉમેદવારી લિસ્ટ માં નામ જાહેર થયા બાદ મા અંબાના દર્શન અને માતાજીની ચરણોમાં શીશ નમાવવા અંબાજી પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભા ને લઈ ઉમેદવારો ની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે દિયોદર વિધાનસભા ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નું નામ ઉમેદવારી તરીકે જાહેર થતાં કેશાજી ચૌહાણ અંબાજી પહોંચી માં જગતજનની અંબા ના ચરણો માં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. તો સાથે સાથે તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટી નો આભાર પણ વ્યક્ત કર્યો હતો .તો  માં જગત જનની અંબા થી  વિધાનસભા ચૂંટણી માં વિજ

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન નું સફળ સમાપન

છબી
અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન નું સફળ સમાપન  છેવાડા ના માણસ સુધી પહોંચી મતદાર જાગૃતિ ની માહિતી.    ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ,  ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર તથા પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ, ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળા માં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ નું સફળ સમાપન કરવામાં આવ્યું .    શામળાજી ખાતે ના પ્રસિદ્ધ મેળા માં આવતા શ્રદ્ધાળુઓ ને મતદાર જાગૃતિ વિષે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવા માટે વિષેશ મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન ની સાથે જન જાગૃતિ  રેલી, તજજ્ઞો ના વક્તવ્યો, ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધા, નાગરિકો ના પ્રતિભાવો, વયોવૃદ્ધ મતદારો નું સન્માન , મનોરંજક નાટકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું      કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આ પ્રવુતિઓ માં ભાગ લેનાર દર્શકો ને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા.   મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન માં લોકો એ મતદાન જાગૃતિ માટે ના વિ

ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે લેમ્બજી ઠાકોર દ્વારા તારીખ 09.11.2022 ને બુધવાર નાં રોજ નવા વર્ષ નાં સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામા આવ્યો

છબી
*ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો...*. ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે લેમ્બજી ઠાકોર દ્વારા તારીખ 09.11.2022 ને બુધવાર નાં રોજ  નવા વર્ષ નાં  સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો*. *કાર્યક્રમ ની શરૂઆત રાજસ્થાન થી પધારેલ મહંત શ્રી અને આગેવાનો સાથે દીપ પ્રાગટ્ય કરીને નવા વર્ષ નિમિતે  આશીર્વાદ આપ્યા હતા* * *આ કાર્યક્રમ માં  ડીસા તાલુકા ના સરપંચો .રાજકીય આગેવાનો* *હોદેદારો*યુવાનો*વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા*. *નવા વર્ષ નાં સ્નેહ મિલન કાર્યક્ર્મ મા  આવેલ મહેમાનો માં ડીસા તાલુકા ના  સરપંચો.તાલુકા નાં રાજકીય આગેવાનો  વિશાળ સંખ્યા મા આવેલ સ્નેહીજનો  નું ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું...* બ્યુરો રિપોર્ટ PHN NEWS Gujarat 

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન ને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ.

છબી
અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન ને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ. લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ,  ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળા માં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ માં મેળા માં આવતા શ્રદ્ધાળુઓ ને મનોરંજન સાથે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વિવિધ મતદાન જાગૃતિ પ્રવુતિઓ ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. માનનીય જિલ્લા કલેકટર શ્રી દ્વારા આ કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો,  મતદાર જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા બે દિવસથી કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ લોકજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાર્યક્રમ સ્થળના મંચ પરથી વિવિધ સ્પર્ધા નું આયોજન કરી ઇનામ વિતરણ, મતદાતા શપથ, મતદાર જાગૃતિ નો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્ય નું

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન .

છબી
અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન .     મતદાર જાગૃતિ અભિયાન વિશે લોકભોગ્ય અને મનોરંજક રીતે પાંચ દિવસ અપાશે માહિતી અને માર્ગદર્શન. લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ,  ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા આયોજિત પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ ને માનનીય જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્ર કુમાર મીણા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. માનનીય જિલ્લા કલેકટર દ્વારા આ પ્રસંગે ઉદબોદન આપતા જણાવવામાં આવ્યું કે આ વખતે ગુજરાત વિધાનસભા 2022 ની  ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે  ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ વિશ્વપ્ર

અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ.જિલ્લાના ૧૦૬૨ મતદાન મથકો પરથી ૮,૨૯,૬૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે .

છબી
અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ. જિલ્લાના ૧૦૬૨ મતદાન મથકો પરથી ૮,૨૯,૬૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે . અરવલ્લી જિલ્લા કલેક્ટર-વ-જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મિનાના અધ્‍યક્ષસ્થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી- મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.૦૩ નવેમ્બર-૨૦૨૨થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ  મતદાર સંબંધી હેલ્‍પલાઇન "સી-વિઝીલ" મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે જેમાં ૧૦૦ મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્‍યું હતુ. અરવલ્લી જિલ્‍લાના ત્રણ વ

ગુજરાત માં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી :2022

છબી

અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો,

છબી
અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો,       જેમાં મોટી સંખ્યામાં દસ ગામ રોહિત સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતાં, ટ્રસ્ટના પ્રમુખશ્રી રેવાભાઈ ચમાર(વલુણા), સમારંભના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ચમાર(તરકવાડા),અતિથિ વિશેષ શ્રી રમણભાઈ ગૌતમ(ગેડ), ઉપપ્રમુખ શ્રી રેવાભાઈ ભાંભી(નવાગામ), મંત્રી શ્રી જયંતીભાઈ પરમાર(ઈસરી) અને સમગ્ર કાર્યક્રમના સંયોજકશ્રીઓ લવજીભાઈ પ્રિયદર્શી સાહેબ (ગેડ) અને દિનેશભાઈ પરમાર સાહેબ (ગેડ) તમામ સભ્યો દ્વારા સમાજના વડિલો, દાતાઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત કર્મચારીઓ, તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, સમગ્ર કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને વર્ષોથી ચાલ્યા આવતાં કુરિવાજોને તીલાંજલી આપવાની તેમજ ગોળ પરગણાથી ઉપર જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સમાજ એક થાય અને બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરના શૈક્ષણિક રથને આગળ વધારવાનો અને સમાનતા અને બંધુતાની ભાવના કેળવાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.બ્યુરો ર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ૩૧ મી ઓકટોબર, ૨૦૨૨ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (રાષ્ટ્રીય એકતા દિવસ) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ મનાવવામાં આવે છે. ૨૫ થી ૩૧ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે એકતા માટે એક અઠવાડીયાની લાંબી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે . અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજ રોજ સવારે ૦૮:૦૦ કલાકે એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.  જેનો રૂટ ઓધારી તળાવ થી ટાઉન હોલ, ટાઉન હોલ થી પેલેટ હોટલ, પેલેટ હોટલથી સહયોગ ચોકડી અને સહયોગ ચોકડીથી ઓધારી તળાવ તેની પૂર્ણાહુતી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને આ ઝુંબેશને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.