દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો

દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો 
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે પરંતુ આ શક્તિપીઠમાં પ્રાથમિક સમસ્યાઓ ઠેરની ઠેર છે ત્યારે અંબાજી દાંતા વિધાનસભામાં આવતું હોઈ દાંતા વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી નો ત્રિપાંખીઓ જંગ જામશે તેઓ જાણવા મળ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધવારે બપોરે ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જોવા જ જોવા મળ્યા હતા. આ ઉપરથી લાગી રહ્યું છે કે દાંતા વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો જામશે.
    દાંતા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારગી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ હાલના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા ત્યારે એક સાથે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં જોવા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના મુકાબલે આમ આદમી પાર્ટીનો પરફોર્મન્સ સાવ નબળું જોવા મળ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આપના ઉમેદવાર સાથે ખૂબ ઓછા સમર્થકો જોવા મળ્યા હતા. આ ઉપરથી દાંતા તાલુકાના લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે દાંતા વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ કાંટા નો મુકાબલો રહેશે પણ આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહે તેવું લાગી રહ્યું છે. દાંતા વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આઠ ડિસેમ્બરના રોજ દાંતા વિધાનસભા સીટ પર કોણ બાજી મારી જાય છે

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.