અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો,

અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો, 

   શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શહેર ઉપર આવેલું છે.અંબાજી થી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે. કોટેશ્વર થી જાંબુડી તરફના માર્ગ પર ભૂરારામ કેવળાભાઈ આદિવાસીનુ આદીવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું અને તેઓ બીએસએફ માં જોડાયા હતા અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા.લગ્નજીવન બાદ તેમને એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી પાસે રહેતા હતા.હાલમાં તેમની નોકરી છત્તીસગઢ ખાતે હતી અને તેઓ ચાર દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડી ખાતે આવ્યા હતા. ઘરેથી બાઈક લઈને જતી વખતે બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુર ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરુવાર ખાતે મૃત્યુ થયું હતું
  આજે શુક્રવારે બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અને અંતિમ સંસ્કાર તેમનાં માદરે વતનમાં કરવામાં આવ્યા હતા. 162 બીએસએફ બટાલિયન ના પીએસઆઇ રવિન્દ્ર ગીરી અને તેમની ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સમગ્ર પંથકમાં ભારત માતાકી જયના નારા સાંભળવામાં આવ્યા હતા. આર્મી દ્વારા બંદૂકની  સલામી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા. ભૂરારામ તુમ અમર રહો ના નારા લાગ્યા હતા.

*રિપોર્ટ જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો