અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે.ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં 'અવસર રથ'નું પ્રયાણ .

અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' રથ ફરશે.
ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં 'અવસર રથ'નું પ્રયાણ .
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે.રાજ્યમાં તા.૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં ભામાશા ખાતે આજ રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા અવસર રથને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.ત્યારબાદ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટરને વધારે મતદાન કરવા અને કરાવવા જાગૃત કર્યા હતા.કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,હું વોટ કરીશ! અવસર રથ ફરી મતદાન જાગૃતિ માટે મહત્વનો ભાગ ભજવશે.લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના સફળ માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો