અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ.જિલ્લાના ૧૦૬૨ મતદાન મથકો પરથી ૮,૨૯,૬૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે .

અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ.
જિલ્લાના ૧૦૬૨ મતદાન મથકો પરથી ૮,૨૯,૬૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે .
અરવલ્લી જિલ્લા કલેક્ટર-વ-જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મિનાના અધ્‍યક્ષસ્થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી- મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.૦૩ નવેમ્બર-૨૦૨૨થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.
આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ  મતદાર સંબંધી હેલ્‍પલાઇન "સી-વિઝીલ" મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે જેમાં ૧૦૦ મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્‍યું હતુ.
અરવલ્લી જિલ્‍લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે જેમાં ભિલોડામાં વિધાનસભા વિસ્‍તારમાં ૪૦૬ , મોડાસામાં ૩૩૮ અને બાયડમાં ૩૧૮ મળી કુલ ૧૦૬૨ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના ૪,૨૨,૧૬૬ પુરૂષ, ૪,૦૭,૪૨૨ સ્‍ત્રી તેમજ ૨૭ અન્ય એમ મળી જિલ્‍લાના કુલ ૮,૨૯,૬૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૦૫ ડિસેમ્‍બર-૨૦૨૨ને રોજ કરશે જેમાં ૧૭,૦૫૫ મતદારો ૮૦+ ઉંમરના અને ૫૪૦૨ દિવ્યંગો મતદાન કરશે. આ સાથે જ ૨૩,૦૮૪ યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.  
જિલ્લામાં ૨૧ સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે. દરેક વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં ૧ યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે. આ સાથે જ દરેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સ્ટાફ સંચાલિત અને ૧ મોડેલ મતદાન મથક પણ કાર્યરત કરાશે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે જિલ્લાના તમામ સંવેદનશીલ મતદાન મથકો પર પણ શાંતિપૂર્ણ , ભયરહિત અને નિષ્પક્ષ ચુંટણી યોજાઈ તે માટે જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે. બીજા રાજ્યોની સરહદ પર ૧૦ ચેક પોસ્ટ કાર્યરત છે. આંતર જિલ્લામાં ૧૮ જેટલી ચેકપોસ્ટ પણ કાર્યરત કરાઇ છે. સંવેદનશીલ મથકો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યા છે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ જાહેર થતાં ગુજરાતમાં બે તબક્કામાં થનાર ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ અરવલ્લી જિલ્‍લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવાની તારીખ તા.૧૦ નવેમ્‍બર-૨૦૨૨ (ગુરૂવાર), ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્‍લી તા.૧૭ નવેમ્‍બર- ૨૦૨૨ (ગુરૂવાર), ઉમેદવારીપત્રકોની ચકાસણીની તા.૧૮ નવેમ્‍બર- ૨૦૨૨ (શુક્રવાર), ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્‍લી તા.૨૧ નવેમ્‍બર- ૨૦૨૨ (સોમવાર) રહેશે. તા.૦૫ ડિસેમ્‍બર- ૨૦૨૨ ને સોમવારના રોજ મતદાન અને તા.૦૮ ડિસેમ્‍બર- ૨૦૨૨ (ગુરૂવાર)ના રોજ  મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૨૨ (શનિવાર)ના રોજ પૂર્ણ થશે.
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્‍સ-વ્‍યૂઇંગ, ફ્લાઇંગ સ્‍કવોડ, સ્ટેટિક સર્વેલન્‍સ, એકાઉન્‍ટીંગની ટીમ કામગીરી કરશે.
જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી ૫૩૫ મતદાન મથકોમાં વેબકાસ્ટીંગ કરાશે તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.આ વિધાનસભા ચૂટણીતંત્રે નવિન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમાં ફોમ નં ૧૨ ડી ભરીને આ સુવિધાનો લાભ લઇ શકશે.જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ ચૂંટણી નિષ્પક્ષ, ન્‍યાયી,   શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ,  જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કૂચારા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સાગર મોવલિયા , સહાયક માહિતી નિયામકશ્રી નિધિ જયસ્વાલ સહિત ચૂંટણી સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો