ભાજપ ના દિયોદર વિધાનસભા ના ઉમેદવાર કેશાજી ઠાકોર માતાજી ના દર્શન*

*ભાજપ ના દિયોદર વિધાનસભા ના  ઉમેદવાર કેશાજી ઠાકોર માતાજી ના દર્શન*
વિધાનસભા ચૂંટણીઓના પડખમ વાગી ચૂક્યા છે .વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ માં હલચલ જોવા મળી રહી છે .ત્યારે  વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે .આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઈ ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવામાં આવી છે .ત્યારે  ભાજપ મા દિયોદર વિધાનસભા તરીકે કેશાજી ચૌહાણ નું નામ જાહેર થયા બાદ આજે કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા. તો કેશાજી ચૌહાણ પોતાની ઉમેદવારી લિસ્ટ માં નામ જાહેર થયા બાદ મા અંબાના દર્શન અને માતાજીની ચરણોમાં શીશ નમાવવા અંબાજી પહોંચ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભા ને લઈ ઉમેદવારો ની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે દિયોદર વિધાનસભા ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નું નામ ઉમેદવારી તરીકે જાહેર થતાં કેશાજી ચૌહાણ અંબાજી પહોંચી માં જગતજનની અંબા ના ચરણો માં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. તો સાથે સાથે તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટી નો આભાર પણ વ્યક્ત કર્યો હતો .તો  માં જગત જનની અંબા થી  વિધાનસભા ચૂંટણી માં વિજય  ને લઈ આશીર્વાદ માગ્યા હતા.

 *રિપોર્ટ જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.