અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર દ્વારા રક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર ખાતે દિવ્યાંગ સ્નેહમિલન તથા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર દ્વારા રક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર ખાતે  દિવ્યાંગ સ્નેહમિલન તથા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ મા મોટી સંખ્યામા દિવ્યાંગ ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેઓને આવનાર વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખી દિવ્યાંગો ને મળનાર વિવિધ સુવિધાઓ જેવી કે વહીલચેર સાથી સહાયક તથા બેલેટ થી મતદાન કરવાની પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવેલ તથા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ સમજ આપવામાં આવેલ હતી તથા ચૂંટણીમા સહભાગીતા વધે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ તથા  દિવ્યાંગ વ્યક્તિઓ ઈલેક્શનના દિવસે સૌ પ્રથમ મતદાન કરી લોકશાહી ના પર્વ ને ઉજવે તે અંગે અનુરોધ કરવામાં આવ્યો જે કાર્યક્રમ મા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ માલપુર ના પ્રમુખ  જીગ્નેશભાઇ ભટ્ટ  દ્વારા જે દિવ્યાંગ ચાલી શકતા નથી તેમને ગ્રાઉન્ડ મોબિલિટી ડિવાઇસ વિતરણ કરવામાં આવેલ હતી તથા મામલતદાર શ્રી માલપુર પોપટભાઈ પટેલ  તથા સમાજ સુરક્ષા અધિકારી વી બી ચૌધરી તથા રક્ષેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટીશ્રી રાજુભાઈ ગૌર,નટુભાઈ પટેલ રાજ્ય પારિતોષિક શિક્ષક, દિનેશભાઇ ઉપાધ્યાય વન પંડિત પુરષ્કાર વિજેતા તથા blo શ્રી દિનેશભાઇ તથા સુરેન્દ્રસિંહ નાઓ તથા મોટી સંખ્યામા દિવ્યાંગો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.