અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન નું સફળ સમાપન
છેવાડા ના માણસ સુધી પહોંચી મતદાર જાગૃતિ ની માહિતી.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો , ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર તથા પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ, ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળા માં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ નું સફળ સમાપન કરવામાં આવ્યું .
શામળાજી ખાતે ના પ્રસિદ્ધ મેળા માં આવતા શ્રદ્ધાળુઓ ને મતદાર જાગૃતિ વિષે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવા માટે વિષેશ મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન ની સાથે જન જાગૃતિ રેલી, તજજ્ઞો ના વક્તવ્યો, ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધા, નાગરિકો ના પ્રતિભાવો, વયોવૃદ્ધ મતદારો નું સન્માન , મનોરંજક નાટકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આ પ્રવુતિઓ માં ભાગ લેનાર દર્શકો ને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા.
મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન માં લોકો એ મતદાન જાગૃતિ માટે ના વિશેષ સંદેશાઓ રજૂ કરતા ફોટો ની સાથે માહિતીસભર વિડિયો સંદેશ પણ મોટી સંખ્યા માં શામળાજી માં આવનાર શ્રદ્ધાળુઓ એ નિહાળ્યા.
મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન નિહાળવા આવનાર અને વિવિધ પ્રવુતિઓ માં ભાગ લેનાર દર્શકો ને ખાસ મતદાર પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. આ કાર્યક્રમ નિહાળનાર શ્રદ્ધાળુઓ એ કાર્યક્રમ વિષે સકારાત્મક પ્રતિભાવો પણ આપ્યા . ફોટો પ્રદર્શન કાર્યક્રમ નું ખાસ આકર્ષણ મતદાર સેલ્ફી પોઇન્ટ નો પણ દર્શકો એ ભરપૂર લાભ લીધો અને સાથે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ માં વિષેશ પ્રચાર પણ કર્યો હતો , સાથે જ મતદાર જાગૃતિ નો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્ય નું વિતરણ પણ સ્ટોલ પર કરવામાં આવ્યું.
લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને આયોજિત મતદાતા જાગૃતિ અભિયાન વિષે ના આ પાંચ દિવસીય આ સફળ કાર્યક્રમ નું આજે સમાપન કરવામાં આવ્યું
આ પ્રસંગે પબ્લીસીટી ઓફિસર શ્રી જે. ડી ચૌધરી એ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પાંચ દિવસીય ફોટો પ્રદર્શન કાર્યક્રમ ને માનનીય જિલ્લા કલેકટર શ્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર ના ભાગરૂપે શામળાજી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ , ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવુતિઓ દ્વારા પણ આ અભિયાન ચલાવવા માં આવ્યું હતું
આ પ્રસંગે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર , મામલતદાર કચેરી ભિલોડા તેમજ વિશેષ માં શ્રી કલજીભાઈ.આર.કટારા આર્ટસ કોલેજ તેમજ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ ના પ્રિન્સીપલ ડો.એ.કે.પટેલ તેમજ પ્રમુખ શ્રી ડી. કે.કટારા નો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો. કાર્યક્રમ માં વિગતવાર માર્ગદર્શન માટે બ્લોક રીસોર્સ સેન્ટર,ભિલોડા નો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો. ખાસ આ કાર્યક્રમ આયોજન માટે શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન શ્રી દિલીપભાઈ ગાંધી , વાઇસ ચેરમેન શ્રી રણવીર સિંહ ડાભી , મેનેજર શ્રી કનુભાઈ પટેલ તેમજ સમગ્ર સભ્યો નો સહયોગ પ્રાપ્ત થયો. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com