અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો,

અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો, 
     જેમાં મોટી સંખ્યામાં દસ ગામ રોહિત સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતાં, ટ્રસ્ટના પ્રમુખશ્રી રેવાભાઈ ચમાર(વલુણા), સમારંભના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ચમાર(તરકવાડા),અતિથિ વિશેષ શ્રી રમણભાઈ ગૌતમ(ગેડ), ઉપપ્રમુખ શ્રી રેવાભાઈ ભાંભી(નવાગામ), મંત્રી શ્રી જયંતીભાઈ પરમાર(ઈસરી) અને સમગ્ર કાર્યક્રમના સંયોજકશ્રીઓ લવજીભાઈ પ્રિયદર્શી સાહેબ (ગેડ) અને દિનેશભાઈ પરમાર સાહેબ (ગેડ) તમામ સભ્યો દ્વારા સમાજના વડિલો, દાતાઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત કર્મચારીઓ, તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, સમગ્ર કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને વર્ષોથી ચાલ્યા આવતાં કુરિવાજોને તીલાંજલી આપવાની તેમજ ગોળ પરગણાથી ઉપર જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સમાજ એક થાય અને બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરના શૈક્ષણિક રથને આગળ વધારવાનો અને સમાનતા અને બંધુતાની ભાવના કેળવાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો