અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક.

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક.
જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે યોજાઈ. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લક્ષી વિવિધ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપી.તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું .ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે EVM/VVPAT મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી