પોસ્ટ્સ

દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં*

છબી
દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. દાતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇન ના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ

અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી*

છબી
અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે પોલીસ સ્ટેશન આવેલુ છે. અંબાજી ખાતે જ્યારથી પીઆઇ ધવલ પટેલ આવ્યા છે ત્યારથી ચોરીઓની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 3-4 મહિનામાં અંબાજી ખાતે ચોરીઓની ઘટનાઓમાં વધારો થયો છે જેમાં બાઇકો ચોરાવાની ઘટનામાં વધારો થયો છે.     અંબાજી ખાતે ટાઉન અને બીટ વિસ્તારમા ચોરીઓની ઘટનાઓમાં પણ વધારો થયો છે.અંબાજી પોલીસે હજુ સુધી જૂની ચોરીઓની કોઈજ કાર્યવાહી કરી નથી જે કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.અંબાજી ખાતે થયેલી તમામ ચોરીઓના ચોર પકડાય તેવી માંગ પણ ઉઠી છે.અંબાજી પોલીસે માત્ર પોષી પુનમે 3 ચોર પકડી સંતોષ લીધો હતો.અંબાજી પોલીસ દ્વારા ગ્રામજનો સાથે ઘણાં સમયથી લોક દરબાર યોજયો નથી. *રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ,મેઘરજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારાવિધાર્થી બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ ’નું આયોજન

છબી
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ,મેઘરજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારાવિધાર્થી બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ ’નું આયોજન ઉપરોક્ત વિષય અન્વયે તાજેતરમાં અત્રેની શાળા એક્લ્વ્ય મોડેલ રેસિડેનિયલ સ્કુલ,મેઘરજ ખાતે તા.04/01/2023 ના રોજ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી,અરવલ્લી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ’ માટે 10 દિવસની તાલીમ શરૂ કરવામાં આવી. જેમાં કાર્યક્રમ ના ઉદ્દગાટનમાં શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.ડી.વાઘેલા સાહેબ,સ્વ રક્ષણ તાલીમ એકેડમીના હેડ જુજારસિંહ વાઘેલા શાળાના આચાર્યશ્રી ગઢવી પરેશકુમાર તથા સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. આજ થી શરૂ થતો 10 દિવસની તાલીમ દરમ્યાન બાળકોને પંચીગ,બ્લોકિંગ,જુડો –કરાટે ફાઇટ કરાટે જેવી પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવશે.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇઃ પોષી પૂનમે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી*

છબી
શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇઃ પોષી પૂનમે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ મહાશક્તિ યજ્ઞનો શુભારંભ કરાવ્યોઃ મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જોડાયા* *અંબાજીમાં હાથીની અંબાડી પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળીઃ બુંદી અને સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું*   પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે જગતજનની માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, મહાશક્તિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં દાંતા પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ માતાજીની પૂજા કરીને મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જોડાઇને યજ્ઞમાં આહૂતિ આપી હતી.             ત્યાર

ડીસા ની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો ઉંધીયું અને ૭૧/- કિલો શીરાની પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું*

છબી
*ડીસા ની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો ઉંધીયું અને ૭૧/- કિલો શીરાની પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડીસા શહેરમાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ માતાશેરી વિસ્તારમાં માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાવતી અને માં જગતજનની જગદંબાના પ્રાગટ્ય પ્રસંગે ૪૫૦/- કિલો ઊંધિયું અને ૭૧/- કિલો શીરાના પ્રસાદ નું ભાવિ ભક્તો દ્વારા તેમજ મંદિરના પૂજારી શ્રી કૌશિકભાઇ રાવલ દ્વારા આજરોજ તારીખ ૬-૧-૨૦૨૩ ને શુક્રવારના રોજ જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પોષી પૂનમની ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન તેમજ પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ લીધો હતો તેમજ ડીસા ના વેપારી શ્રી હિતેશભાઈ ગોરધનદાસ હેરૂવાલા  દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે માં અંબાના પ્રાગટ્ય દીને નિમિત્તે મોટી કેક કાપીને માં અંબા બહુચરના મંદિરે ભાવિકો ભક્તોને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું આમ માં અંબા બહુચરના પોષી પૂનમ ના દિવસે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવીને દર્શન તેમજ પ્રસાદનો લાભ શાંતિ થી લીધો હતો આ પ્રસંગે ડીસા નાં

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીરાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે

છબી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી રાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે*  * માતૃતર્પણ ભૂમિ સિદ્ધપૂર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનોના સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરાશે* * રાજ્યના ૩૪૯ ધાર્મિક-યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજ બચત* * અંબાજી શક્તિપીઠ ખાતે એકાવન શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાશે* * ૮ પવિત્ર યાત્રાધામોમાં 24x7 હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે રૂ. ૧૭ કરોડનું બજેટ ફાળવાયુ છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ, ર૮ અ

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ.

છબી
અરવલ્લી જિલ્લાનું આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ શુભારંભ. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩  માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ. મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે,નવું સંશોધન કરવા તરફ વિદ્યાર્થીઓ પ્રેરાય છે અને ખુબજ આગળ વધે તેના માટે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ ખુબજ સુંદર પ્રયત્નો કરે છે. આજે અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ જેમાં દીકરી અને દીકરાઓ નામ રોશન કરી રહ્યા છે. અને તેના માટે ખુબજ મેહનત થઈ રહી છે.ભારત દેશ ઋષિ મુનિયોના સમયથી શિક્ષા પ્રદાન કરવામાં મોખરે રહ્યો છે. આજે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ લેવા પ્રેરિત થયાં છે.રાજ્યના બાળકોને નવી નવી રીતથી નવા આયામો સર કરવાનાં છે જેના માટે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે.શાળાના વિદ્યાર્થીઓ મ્યુઝિયમ અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને નવું જાણે અને શીખે. માનનીયશ્રી વડાપ્રધાન દ્વારા શિક્ષણને ખુબજ મહત્વ આપીને રાષ્ટ્ર અને સમાજને એક ભેંટ આપી

ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

છબી
ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!     ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે,જેમાં સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લો આવે છે આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત અને અંતરીયાળ તાલુકો દાંતા તાલુકો રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર પહાડો માં આવેલો છે. દાતા તાલુકામાં સરકારી કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને આ કારણે આ તાલુકામાં ભૂતકાળમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. ગુજરાત રાજ્યના આ તાલુકામાં શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વહીવટી કામોમાં મોટા પાયે ગેરરિતી થયેલી છે.દાંતા તાલુકામાં વન વિભાગમા પણ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણું જ આગળ નીકળી ગયું છે. દાંતા તાલુકામાં વન વિભાગ ની જગ્યા ઉપર ઘણા બધા દબાણો થયેલા છે,પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં ઉંઘી ગયુ હોઈ કોઈ દબાણ હટાવતું નથી અને આ જગ્યા ખુલ્લી કરાવતુ નથી અને આ કારણે દાંતા તાલુકામાં જંગલની જગ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે જેના કારણે જંગલમાં રહેતા જંગલી જાનવરોને પણ પારાવાર મુશ્કેલી નડી રહી છે.      દાંતા તાલુકામાં અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ આવેલું છે આ ગામમાં તિરુપતિ માર્બલ

અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.                     આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મેઘરજ તાલુકાના લીંબોદરા (રામગઢી) ગામ ખાતે  મહિલાઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના અંતર્ગત માહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. તાલીમમાં કુલ- ૭૬ મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા, ચટણી, મુરબ્બા, કેન્ડી, જામ, જેલી, સ્ક્વોશ, શરબતો, ડ્રાય પ્રોડકટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી.. તાલીમ દરમ્યાન તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ  સ્થાપી શકે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ધનસુરા ખાતે એક દિવસીય સફળ એકમની મુલાકાત તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું.. તાલીમ પૂર્ણ થતાં નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવિકભાઈ કરપટિયા તથા જે.આર.દેસાઈ, બાગાયત અધિકારી મેઘરજના હસ્તે મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.    તાલીમનું આયોજન અને સંકલન બાગાયત નિરીક્ષક જે.પી. સોલંકી, માસ્

વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવીદારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે

છબી
વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી દારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી આવી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને

અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી. ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી.  ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી  ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા કાર્યક્રમની શરૂયાત કરાવતા તમામનું સ્વાગત કર્યું હતું.અને સુસાશન સપ્તાહનું મહત્વ સમજાવ્યું. સરકાર અને જનતા વચ્ચે કામગીરીનો સુંદર સમન્વય સર્જાય તેવી વડાપ્રધાનશ્રીની મુહિમ થકી આ સુસાશન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં મારાં અનુભવ મુજબ ખુબજ સારો સપોર્ટ જિલ્લાની જનતાનો મળી રહ્યો છે. દરેક અધિકારીઓ ફિલ્ડમાં જઈને લોકોમાં પ્રશ્નો સાંભળે છે. અને સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્યસરકાર ના માર્ગદર્શન પ્રમાણે કામગીરી સરળ બને તે માટે અરવલ્લી ટિમ કટીબદ્ધ છે.સરકારમાં આવ્યા પછી નવા નવા અનુભવો થકી બદલાવ આવે છે.હવે ટેકનોલોજીથી કામગીરી કરવાની રીત બદલાઈ છે અને સરળ પણ બની છે. ઓનલાઇન સિસ્ટમ થવાથી પારદર્શિતા જળવાઈ છે.આપણા જિલ્લામાં ખુબજ કામગીરી થાય છે. પરંતુ

દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે.

છબી
દાંતામા વિદેશી દારૂની બોટલો નજરે ચડી રહી છે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી ચુક્યુ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે. દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ

અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી

છબી
અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી  અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનના મુલાકાત  ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક  ન્યાય અધિકારીતા મંત્રીશ્રી  ભીખુસિંહ પરમારે ગોડાઉનની મુલાકાત લઇ ગોડાઉનમાં ઉપલબ્ધ  અનાજ જથ્થા ની તેમજ ગુણવત્તાની ચકાસણી કરી હતી. અને મંત્રીશ્રીએ અધિકારીશ્રીએ સાથે સર્ચા વિચારણા કરી  જરૂરી માર્ગદર્શન   આપ્યુ  હતુ.  મંત્રીશ્રીના સાથે જિલ્લા  પુરવઠા  અધિકારીશ્રી , પુરવઠા મામલદારશ્રી ગોડાઉન  મેનેજર વગેરે ઉપસ્થિત રહયા હતા.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૨૦ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા, વીજ કનેકશન જેવા પ્રશ્નો,લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને નડતા પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો

છબી
દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો     હાલ સમગ્ર દેશમાં શિક્ષણ ની મોટી મોટી વાતો કરવામા આવે છે. દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શિક્ષણ નુ સ્તર કેટલું નબળું છે અને કેવી શાળાઓ હજુ પણ દયનીય હાલત માં છે તેનો ચિતાર આજે દાંતા તાલુકાના વગદા ક્યારી ગામમાં જોવા મળ્યો. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળાથી ગ્રામજનો એટલા નારાજ થઈ ગયા કે શાળા આગળ કાંટા લગાવી ગેટ બંદ કરી દિધો.દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર આર પટેલ તાત્કાલિક શાળામાં દોડી આવી શાળાનો ચિતાર મેળવ્યો હતો અને ગ્રામજનોની સમજાવટથી કાંટા દુર કર્યા હતા. શાળામાં વાલીઓ રૂબરૂ આવી અધિકારી સમક્ષ રજુઆત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને શાળાના આચાર્ય અને શિક્ષકો વાલીઓના પ્રશ્નો પર જવાબ આપી શક્યા ન હતા અને ત્યારબાદ ગ્રામજનો નાં આરોપો પર અધિકારી દ્રારા જવાબ લેવામાં આવ્યાં હતા અને શાળા પર અને જવાબદાર શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની વાત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ.  દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામા છેલ્

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં.

છબી
અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં.  અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતી.જેમાં ૧૭૦ થી વધુ રોજગાર વાછુંક ઉમેદવારો આવ્યા હતા.શિબિરનું સુચારુ પણે સંચાલન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.સ્વરોજગાર લક્ષી વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાય મેળવી પોતાનો સ્વતંત્ર રોજગાર/વ્યવસાય કરી પગભર બની શકાય  તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આઈ.ટી.આઈ.મોડાસા,જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી મોડાસા વિવિધ કચેરીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહી વિવિધ યોજનાકીય/લોન સહાય/સ્વરોજગારલક્ષી  માહિતી આપી જાતે પગભર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું.  બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા બેઠક ના ઉમેદવાર નો વિજય થતાં કાંતિભાઈ ખરાડી માતાજી ના ચરનો માં શીશ નમાવ્યું,*

છબી
*દાંતા બેઠક ના ઉમેદવાર નો વિજય થતાં કાંતિભાઈ ખરાડી માતાજી ના ચરનો માં શીશ નમાવ્યું, અંબાજી માં ઠોલ નાગાડો સાથે કરીકર્તાઓ સ્વાગત કર્યું ગુજરાત મા વિધાનસભા ચૂંટણીઓ નો આજે પરિણામ ઘોષિત થયો છે. ત્યારે ગુજરાત મા 182 બેઠકો પર ઉમેદવારો નુ પરિણામ આવ્યું છે. તો બનાસકાંઠા જિલ્લા ના 9 બેઠકો પર કોંગ્રેસ ને 4 બેઠકો મળી છે. અને ભાજપ ને 4 બેઠકો મળી છે. તો એક બેઠક અપક્ષ ને મળી છે.  દાતા 10 વિધાનસભા માટે કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નો વિજેત થયો છે. તો દાતા બેઠક ના મતવિસ્તાર મા ખુશી નો માહોલ છવાયો હતો. આજે દાંતા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ નો  વિજય થતા કાંતિભાઈ ખરાડી માં જગતજનની અંબા ના ધામે અંબાજી પહોંચ્યા હતા.  અંબાજી માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દાંતા બેઠકો ના વિજેતા ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નુ ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું હતું. તો સાથે સાથે ઢોલ નગાડાઓ સાથે તેમને આવકાર્યા  હતા.  દાંતા  બેઠક ના વિજેતા  ઉમેદવાર કાંતિભાઈ ખરાડી મા જગતજનની અંબા ના નીજ મંદિર પહોંચી માતાજી ના દર્શન કર્યા હતા .તો માં જગતજનની અંબા ના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્

અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના.

છબી
અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના. અરવલ્લી જીલ્લાની ભિલોડા મોડાસા અને બાયડ વિધાનસભાની ચૂંટણી ને લઈ વહીવટી તંત્ર સજ્જ. વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ બીજા અને આખરી તબક્કાનું મતદાન આવતીકાલે તા. ૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.  મોડાસા -૩૧ના ઓબઝર્વર  દ્વારા ટુકડીઓને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું.  અરવલ્લી જિલ્લામાં ૧૦૬૨ મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે.અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે આજે ત્રણે બેઠકો ના કુલ 830,547 મતદારો માટે કુલ 1062 મતદાન મથકો છે જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટ ની ફાળવણી કરાઈ છે આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવશે જિલ્લા માં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.