અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી*

અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી
શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે પોલીસ સ્ટેશન આવેલુ છે. અંબાજી ખાતે જ્યારથી પીઆઇ ધવલ પટેલ આવ્યા છે ત્યારથી ચોરીઓની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 3-4 મહિનામાં અંબાજી ખાતે ચોરીઓની ઘટનાઓમાં વધારો થયો છે જેમાં બાઇકો ચોરાવાની ઘટનામાં વધારો થયો છે.
    અંબાજી ખાતે ટાઉન અને બીટ વિસ્તારમા ચોરીઓની ઘટનાઓમાં પણ વધારો થયો છે.અંબાજી પોલીસે હજુ સુધી જૂની ચોરીઓની કોઈજ કાર્યવાહી કરી નથી જે કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.અંબાજી ખાતે થયેલી તમામ ચોરીઓના ચોર પકડાય તેવી માંગ પણ ઉઠી છે.અંબાજી પોલીસે માત્ર પોષી પુનમે 3 ચોર પકડી સંતોષ લીધો હતો.અંબાજી પોલીસ દ્વારા ગ્રામજનો સાથે ઘણાં સમયથી લોક દરબાર યોજયો નથી.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.