પોસ્ટ્સ

આદિવાસી સમાજ માટે 'મહુડા'નું મહત્વ .અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે.એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે.

છબી
આદિવાસી સમાજ માટે 'મહુડા'નું મહત્વ . અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે. એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે. મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે તેવી સમાજમાં માન્યતા છે મહુડો આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે પૂજાય છે. મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધારે હોય છે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડા હોવાની વિગતો સામે આવી છે. અહિંયા વન વિભાગના આરક્ષિત જંગલોમાં પણ મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પણ મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા વન વિભાગના આરક્ષિત જંગલ વિસ્તારમાં નર્સરીઓમાં અન્ય પ્રજાતિઓની સાથે મહુડાના રોપા ઉછેરવામાં આવે છે. જે અંદાજિત દર વર્ષે પાંચથી સાત હજાર જેટલા રોપા રોપવામાં આવે છે. આ રોપા આદિવાસી ખેડૂતોને પણ મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવ

બનાસકાંઠાજિલ્લા ના ડીસા તાલુકા.ની ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે મળી હતી.આજ રોજ ડીસા તાલુકા ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ની મીટીંગ યોજાઈ જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ચર્ચા કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓ ને નવીન ગામ સમિતિ ની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા સૂચના આપવામાં આવી જેમાં ઉપ પ્રમુખ કનકસિહ અને તાલુકાના મોટી સંખ્યામાં નામી અનામી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

છબી
બનાસકાંઠાજિલ્લા ના ડીસા તાલુકા.ની ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે મળી હતી. આજ રોજ  ડીસા તાલુકા ગુજરાત ક્ષત્રીય  ઠાકોર સેના ની મીટીંગ યોજાઈ જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને   ચર્ચા કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓ ને  નવીન ગામ સમિતિ ની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા  સૂચના આપવામાં આવી જેમાં ઉપ પ્રમુખ  કનકસિહ   અને તાલુકાના મોટી સંખ્યામાં નામી અનામી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા  મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ને જાગૃત કરવા માટે એક  બીજાને કેવી રીતે મદદગાર થવું તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી.અને સમાજમાં ચાલતા કુરિવાજો બંદ કરવા તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી. સમાજના યુવાનો ધંધા રોજગાર માં  કેવી રીતે આગળ વધે તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. ડીસા તાલુકાના તમામ ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ગામ સમેતિયો બનાવવા માં આવે અને સમાજ ને કેવીરીતે મદદ કરી શકો તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

શહીદ દિવસ****શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું.

છબી
****શહીદ દિવસ**** શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું.     અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય. અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ. આજે દેશ "શહીદ દિવસની" ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હત

વિશ્વ વન દિવસ અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓના વનવિસ્તારથી સમૃદ્ધ.

છબી
વિશ્વ વન દિવસ  અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓના વનવિસ્તારથી સમૃદ્ધ. જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના શક્ય નથી. અરવલ્લી જીલ્લો અરવલ્લીની ગિરિમાળાઓથી અને વનવિસ્તારથી સમૃદ્ધ જિલ્લો છે. વનથી પ્રભાવિત અને વનમાં વસતા આદિવાસીઓ વનથી જ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આજે વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લાની વન સંપતિ ગૌરવ સમા ગુજરાતના વનવિસ્તારને અલાઈદી ઓળખ આપે છે. જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે, તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્

અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.

છબી
અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાળાઓમાં વિધ્યાર્થીઓને સાકર અને પેન આપીને શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ થયો છે.  બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૧૬૦૦૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૫૫૦૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૪૯૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૩૬ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૪૯૬ વિધ્યાર્થીઓ પૈકી ૪૯૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧ વિધાથી

દાંતા મા વિદેશી દારૂનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર લોકમાંગ દાંતામા વિડીયો વાયરલ ને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ને તપાસ સોંપવામાં આવે તો વિદેશી દારૂનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ

છબી
દાંતા મા વિદેશી દારૂનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર લોકમાંગ દાંતામા વિડીયો વાયરલ ને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ને તપાસ સોંપવામાં  આવે તો વિદેશી દારૂનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ વાત કરવામાં આવે તો દાંતાની દાંતા માં વિદેશી દારૂ આપી પૈસા લેતાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે દાંતા પોલીસ પર પર સળગતા સવાલો ઉઠી રહ્યા છે પરંતુ દાંતા મળતી માહિતી મુજબ દાંતામાં વરસો થી વિદેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો અને અનેક વાર દાંતા પોલીસ ને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ દાંતા પોલીસે મગનું નામ મરી ન પાડયું અને આખરે દાંતા વિસ્તારમાં વર્ષોથી ચાલતો વિદેશી દારૂનો વેચી પૈસા આપતાનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર મચી ગયો હતો અને બનાસકાંઠા જિલ્લાના એસપી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા હતાં દાંતા પોલીસ સ્ટેશન સહીત રાજ્ય ના ગ્રૂહ મંત્રીને પણ પત્ર લખાયો હતો તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં દાંતામાં બીયર ની બોટલો આપતા નો વિડીયો વાયરલ થતાં દાંતામાં વિદેશી દારૂનું વેચાણ કરતા માથાંભારે માણસો હોવાથી તેમના વિરુદ્ધ કોઈ દાંતા પોલીસ ને જાણ પણ નથી કરી શકતું ત્યારે વાયરલ વીડિયો ને પોલીસ તંત્ર દોડતું થયું હતું

આદિવાસી સમાજમાં હોળી એટલે પ્રકૃતિ પૂજા, માનવજગત માટે વરદાનરૂપ પ્રકૃતિને પોખવાનો અવસર એટલે હોળીઆદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા'આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે.

છબી
આદિવાસી સમાજમાં હોળી એટલે પ્રકૃતિ પૂજા, માનવજગત માટે વરદાનરૂપ પ્રકૃતિને પોખવાનો અવસર એટલે હોળી આદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા' આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે. જેમાં આદિવાસી લોકો 2 કે 3 દિવસ નહિ પણ 10 દિવસ મોડી રાત સુધી આદિવાસી પરંપરાગત ઢોલ નગારા ઉજવણી કરતા હોય છે. સ્થાનિક આદિવાસી ભાષામાં ગીતો ગાતા અને કીકીયારીઓથી, નાચ ગાન સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે. ગુજરાત રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધી વસેલા આદિવાસી સમાજ હોળીના તહેવારની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. દર વર્ષે હોળીના 15 દિવસ અગાઉથી જ ઊજવણીની શરુઆત થઈ જતી હોય છે. આદિવાસી જિલ્લાઓની જેમ અરવલ્લી સાબરકાંઠામા પણ નવપરણિત દીકરા દીકરીઓ પ્રથમ હોળીની પ્રદક્ષિણા કરે છે.જે પરિવારમા મરણ થયું હોય અને ત્યારબાદની પ્રથમ હોળીના દિવસે હોળીના દર્શન કરીને દુઃખ ભૂલીને નવી શરૂયાત કરવાની પરંપરા છે.પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજમાં તમામ તહેવારો ઉજવવાની અનોખી પરંપરા હોય છે. આદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા' ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ

અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો*

છબી
અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં આજે ફાગણ સુદ પૂનમ હોઈ ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં આજે માતાજીની મંગળા આરતી પૂર્ણ થયા બાદ ફૂલોની હોળી પણ મનાવવામાં આવી હતી. આજે અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી મારી ભક્તો ચાલતા અંબાજી આવે છે અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવે છે, આ તમામ માઇ ભક્તોએ જણાવ્યું હતું કે અમે આજે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ લેવાના નથી.અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી અઢીસો જેટલા માઈ ભક્તો પગપાળા ચાલતા અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજી આવીને ગબ્બરના દ

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩.અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ. રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે.

છબી
રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩. અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ.  રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને

અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*

છબી
*અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીનીગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળ નો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળના પ્રસાદ તરીકે સ્થાપિત થયેલી હતી. અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળ નો પ્રસાદ બપોર બાદ બંધ કરવામાં આવ્યો છે, રાજસ્થાન સિરોહી જિલ્લાથી આવેલા માઇ ભક્તે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળાનો પ્રસાદ ચાલુ કરો અંબાજી મંદિર ખાતે વર્ષોથી આવતા માઈ ભક્ત ભવાનીશંકર પંડ્યા જ્યારે જ્યારે અંબાજી મંદિર આવતા હતા ત્યારે ત્યારે

માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ .ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨

છબી
માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ  યોજાઇ . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહ -પરીક્ષા ૨૦૨૩ ના અનુસંધાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ. આગામી સમયમાં યોજાનાર SSC અને HSC બોર્ડની લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે . અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાઅધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા.જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સુચારુરુપે આયોજન કરવામાં આવે. અને ભયમુક્ત વાતાવરણમાં દરેક વિદ્યાર્થી પરીક્ષા આપે તેવા તમામ આયોજન કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી. દરેક વિભાગ દ્વારા પૂર્વઆયોજન કરીને વ્યવસ્થા કરવામાં આવે તેના સૂચનો કરવામાં આવ્યા.ગેરરીતિ અટકાવવા રાજ્યમાં તમામ  પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ કરવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના આયોજનની તૈયારીઓન

અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ .જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

છબી
અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ . જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  બેઠક યોજાઈ હતી.  સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી.બેઠકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા, તેમજ સુચારુરૂપે પરીક્ષા યોજાય તે સહિતની વિવિધ સૂચનાઓ આપવામાં આવી. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦માં  ૧૯૭૭૬ વિધાર્થીઓ, ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ ) ૧૨૨૧૩ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨(વિજ્ઞાન પ્રવાહ ) ૧૯૮૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. તો વળી કેટલાક મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ  જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જર

શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ - ચોથો દિવસ*ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી*

છબી
શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ - ચોથો દિવસ* ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગૃહ  રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી*     યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના ચોથા દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માં અંબાનો જયકાર કરી માઇભક્તો સાથે  ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં સહભાગી બન્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આદ્યશક્તિ જગતજનની માં અંબાને બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.  'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં પધારેલા શ્રી હર્ષ સંઘવીએ હજારો માઇ ભક્તો સાથે શક્તિ સ્વરૂપા માં જગદંબાની ભક્તિભાવથી પૂજા કરી શક્તિના પ્રતીક સમું ત્રિશુળ માં ના ચરણોમાં અર્પણ કર્યું હતું. શ્રી હર્ષ સંઘવીએ ભક્તિ રંગમાં રંગાઈ હજારો માઇભક્તો સાથે ત્રિશૂળયાત્રા યોજી શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી હતી.  મંત્રીશ્રી સા

51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું*

છબી
*51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું યાત્રાધામ અંબાજી ખાતે આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રચલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લુ મુકાયું હતું .તો સાથે સાથે મંત્રી  બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા માઇ ભક્તો 51 શક્તિપીઠ મહોત્સવ મા જોડાયા હતા. 51 શક્તિપીઠ મહોત્સવ 2023 માં આવેલા મોટી સંખ્યામાં લોકો દ્વારા ૫૧ માં જોડાઈ નાચતા ગાતા દરેક શક્તિપીઠ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.51 શક્તિપીઠ મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપ

અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "

છબી
અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર  ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ધામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આજે ઉજવાઈ ગયો હતો.ગત 10  વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરાયું હતુ .આ 11 મા પ્રસંગમાં 51 બટુકોને સમૂહ જનોઈ અને 7 નવ યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અંબાજી સંસ્

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગતજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

છબી
જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. વ્યસનથી થતાં નુકસાનો અંગેના બેનરો પ્રદર્શિત કરી રેલી કાઢવામાં આવી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ (સંસ્થાકીય સંભાળ), શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ભાટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.