અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "
અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ધામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આજે ઉજવાઈ ગયો હતો.ગત 10 વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરાયું હતુ .આ 11 મા પ્રસંગમાં 51 બટુકોને સમૂહ જનોઈ અને 7 નવ યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો સહિત શ્રી યાજ્ઞીક વિપ્ર મંડળ ના શાસ્ત્રીઓ દ્વારા તમામને હિન્દુ વિધિ પ્રમાણે પુજા અને લગ્ન કરાવ્યા હતા.તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.તમામ બટુકોને અને નવ દંપતીને સ્ટેજ પર બોલાવીને સન્માન કરાયું હતું.
આજે સવારે અંબાજી જીએમડીસી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને બપોરે તમામ બાળકોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી .આ સમૂહ લગ્નોત્સવ માં યુગલોને મોટાભાગની તમામ ઘરવખરી ની સામગ્રી વિવિધ દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ હતી,આજે સમુહ લગ્ન પૂર્ણ થયા બાદ 7 નવદંપતીને વિવિધ વસ્તુઓ અને ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ ભોજન તથા શોભાયાત્રા પણ નીકળી હતી .દાન - દાતાઓ દ્રારા આ કાર્યક્રમમા દાન પણ આજે 25 લાખ જેટલુ આવ્યુ હતુ.અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે મહેમાનોનું સ્વાગત કરીને શરૂ થયો હતો, જેમા બપોરે 12:39 કલાકે નવદંપતી ના હસ્ત મેળાપ અને સાંજે 4:35 એ કન્યાવિદાય નો પ્રસંગ પણ ઉજવાયો હતો.આજના કાર્યક્રમમાં બટુકોને યજ્ઞોપવિત બાદ ત્રણ કલાકે બટુક શોભાયાત્રા સ્વરૂપે યોજાઈ હતી .આ પ્રસંગે ચોળક્રિયા પણ અંબાજી ના નાઈ સમાજ દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે અંબાજીના બ્રાહ્મણ સમાજના બાળકો હાલમા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ હોઈ આવા યુવાનોનું સન્માન પણ કરાયું હતું.આજના કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજી ખાતે માંગલ્ય વન પાસે આવનારા સમયમાં પરશુરામ ધામ પણ બનશે અને આજે 25 લાખ જેટલું દાન પણ આવ્યું હતું.
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com