અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.

અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.

અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાળાઓમાં વિધ્યાર્થીઓને સાકર અને પેન આપીને શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ થયો છે. 
બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૧૬૦૦૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૫૫૦૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૪૯૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૩૬ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૪૯૬ વિધ્યાર્થીઓ પૈકી ૪૯૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧ વિધાથીઁ ગેરહાજર રહ્યા હતા. તો સંસ્કૃત વિષયમાં તમામ ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ-૧૨માં ગુજરાતી માધ્યમના વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષય(૦૫૪)માં કુલ ૧૭૫૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૭૫૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૬ વિધાથીઁઓ  ગેર હાજર રહ્યા હતા. તો અંગ્રેજી માધ્યમમાં ૨૦૭ પૈકી ૨૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 
ધો.૧૨ સામાન્ય પ્રવાહના  નામાના મૂળ તત્વો (૧૫૪) વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૯૩૩ વિધ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં ૧૩૫ વિધાથીઁઓએ  પરીક્ષા આપી હતી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો