રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩.અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ. રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે.

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩.
અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ. 
રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારનો જે અભિગમ છે. તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 
કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી બરંડા સાહેબ , બાયડના ધારાસભ્યશ્રી  ધવલસિંહ ઝાલા સાહેબ સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો