51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું*

*51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું
યાત્રાધામ અંબાજી ખાતે આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રચલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લુ મુકાયું હતું .તો સાથે સાથે મંત્રી  બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા માઇ ભક્તો 51 શક્તિપીઠ મહોત્સવ મા જોડાયા હતા. 51 શક્તિપીઠ મહોત્સવ 2023 માં આવેલા મોટી સંખ્યામાં લોકો દ્વારા ૫૧ માં જોડાઈ નાચતા ગાતા દરેક શક્તિપીઠ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.51 શક્તિપીઠ મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠ ના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
51 શક્તિપીઠ 2023 ના પ્રથમ દિવસે આજે વહેલી સવારે અંબાજીના ગબ્બર તળેટી ખાતે મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના બાળકો કલશ અને હાથમાં માતાજી ની ધજા લઈને પહોંચ્યા હતા. તો સાથે સાથે આદિવાસી જનજાતિના લોકો દ્વારા ઢોલ નગાડા અને પરંપરાગત નત્ય પ્રસ્તુત કરી કાર્યક્રમ ની  શરૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત અને ગુજરાત ભર માંથી આવેલા લોકો 51 શક્તિપીઠ પરિક્રમામાં જોડાયા હતા . માં જગતજનની અંબાના ધામમાં આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા  માં જોડાઈ તમામ શક્તિપીઠો ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ઉત્તર ગુજરાત અને ગુજરાત ભર માથી આવતા તમામ લોકો ની સુવિધા ને લઈને ગુજરાત સરકાર દ્વારા એસટી બસના ભાડામાં 50% છૂટ આપવામાં આવી હતી તો આ છૂટ માં 25% શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને 25% ગુજરાત સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે જેને લઈને ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકો અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજનાર 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેશે તો દરેક શક્તિપીઠ ના દર્શન કરી માં જગતજનની નો આશીર્વાદ મેળવશે.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો