જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગતજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત
ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. વ્યસનથી થતાં નુકસાનો અંગેના બેનરો પ્રદર્શિત કરી રેલી કાઢવામાં આવી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ (સંસ્થાકીય સંભાળ), શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ભાટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com