અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ .જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ .
જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  બેઠક યોજાઈ હતી. 
સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી.બેઠકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા, તેમજ સુચારુરૂપે પરીક્ષા યોજાય તે સહિતની વિવિધ સૂચનાઓ આપવામાં આવી.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦માં  ૧૯૭૭૬ વિધાર્થીઓ, ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ ) ૧૨૨૧૩ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨(વિજ્ઞાન પ્રવાહ ) ૧૯૮૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. તો વળી કેટલાક મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ  જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.સાથે જ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી. આ સાથે જ પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત,જિલ્લા શિક્ષણાઅધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારી તેમજ શાળા સંચાલક મંડળ,એસ. ટી. વિભાગ,તેમજ વિદ્યુત વિભાગના અધિકારી હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો